Recipes

ટોમેટો ઉત્તપમ

 

 
-ઉત્તપમનો તૈયાર લોટ
-એક કપ મગની દાળની પેસ્ટ 
-પાંચ નંગ લીલા મરચા
-એક ટીસ્પૂન જીરું
-અડધી ટીસ્પૂન હળદર 
-હિંગ, મીઠું અને ખાંડ સ્વાદમુજબ
-ચાર નંગ ટામેટા 
-બે ટીસ્પૂન લીલા ધાણા 
-તેલ અને પીરસવા માટે માખણ
 
રીત 
 
ઉત્તપમના તૈયાર લોટમાં મગની દાળનું પેસ્ટ મિક્સ કરો, પછી તેમાં લીલા મરચા અને જીરું વાટીને નાંખી દો. ફૂલેલા ઉત્તપમના લોટમાં હળદર, હિંગ, મીઠું અને ખાંડ મિક્સ કરી સારી રીતે ફેંટી લો. હવે ટામેટાને પાતળી ગોળ સ્લાઈસમાં કાપી લો. પછી નોનસ્ટિક તવો ગરમ કરીને તેના પર ટોમેટો ઉત્તપમનું મિશ્રણ નાંખીને ગોળ આકારમાં ફેલાવો. તેના ઉપર ટામેટાની સ્લાઈસ મૂકીને લીલા ધાણા ભભરાવી થોડું દબાવી દો. ઉત્તપમની ચારેબાજુથી તેલ નાંખીને થોડું શેકાવવા દો. એક તરફ થઈ જાય કે બીજી બાજુ પલટાવીને શેકો. ગરમાગરમ ઉત્તપમ પર માખણ લગાવી સાંભાર અને ચટણી સાથે સર્વ કરો.
 
Source By : Divya Bhaskar