Recipes

શાહી ટુકડા

 - એક લિટર ક્રીમવાળું દૂધ

- ચારસો ગ્રામ કન્ડેન્સ્ડ મિલ્ક
- એક ચમચી ઇલાયચી પાવડર
- અડધો કપ ખાંડ
- અડધો કપ કિશમિશ
- ઘી તળવા માટે
 
રીત
 
એક પૈનમાં દૂધ, ખાંડ અને કન્ડેન્સ્ડ મિલ્કને અડધું થાય ત્યાં સુધી ઉકાળો. જ્યારે દૂધ ઘટ્ટ બને ત્યારે તેમાં ઇલાયચી પાવડર મિક્સ કરો અને તેને સારી રીતે મિક્સ કરીને ગેસ પરથી ઉતારી લો. એક અન્ય બ્રેડની સ્લાઇસ લો અને તેને ત્રિકોણાકાર કાપી લો, એક કડાઇમાં ઘી ગરમ કરો અને સાથે તેમાં બ્રેડના ટુકડાને ડિપ ફ્રાય કરો. તેને ગોલ્ડન અને કકરા થાય ત્યાં સુધી તળો. જ્યારે તે તળાઇ જાય ત્યારે તેને પેપર નેપકિન પર રાખી લો. એક કડાઇમાં ઘીમાં કિશમિશને તળો અને સાથે તેને બહાર કાઢીને રાખો. બ્રેડના ટુકડાને એક સર્વિંગ ડિશની વચ્ચે રાખો અને તેની પર ઘટ્ટ દૂધ નાંખો અને સાથે તેમાં સૂકો મેવો અને કિશમિશ મિક્સ કરીને ગાર્નિશિંગ કરો અને સર્વ કરો. 
Source By : Divya Bhaskar