Recipes

ખજૂરનો હલવો

 - બે કપ ખૂજર

- બે કપ ગરમ દૂધ
- દોઢ કપ ખાંડ
- અડધો કપ ઘી
- અડધી ચમચી ઇલાયચી પાવડર
- પાંચથી છ નંગ બદામની સ્લાઇસ
 
રીત
 
સૌ પહેલાં થોડા દૂધમાં ખજૂરને પલાળીને પાંચેક કલાક માટે રહેવા દો. ત્યાર બાદ તેને મિક્સીમાં પેસ્ટ બનાવી લો. એક મોટી થાળીમાં કે પ્લેટમાં ઘી લગાવો અને સાથે તેને ગ્રીસ કરી લો. એક પૈનમાં ઘી ગરમ કરો અને સાથે તેમાં ખજૂરની પેસ્ટ મિક્સ કરો. તેમાં ખાંડ ઉમેરો અને સાથે તેને ત્યાં સુધી હલાવો જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં. જો જરૂર લાગે તો તેમાં થોડું દૂધ ઉમેરો. તેને સતત હલાવતા રહો. તેમાં ઇલાયચી અને બદામની સ્લાઇસ મિક્સ કરી લો. પાંચ મિનિટ બાદ ગેસ બંધ કરો અને તેને થાળીમાં પાથરી દો. થોડું ઠંડુ થાય એટલે તેને ચપ્પાની મદદથી કોઇપણ આકારમાં કાપી લો. 
 
Source By : Divya Bhaskar