Recipes

ફિરની

 - બાર નંગ બદામ

- સો ગ્રામ ચોખાની પેસ્ટ
- એક લિટર દૂધ
- પાંચ ચમચા ખાંડ
- આઠ તાંતણા કેસર
- એક ચમચી ઇલાયચી પાવડર
- એક ચમચી કાજૂ, બદામ, પિસ્તા
 
રીત
 
બદામને છોલીને તેને અડધો કપ દૂધમાં મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે પેસ્ટમાં મિક્સ કરેલા ચોખા ભેળવો. દૂધને સારી રીતે ગરમ કરો અને સાથે તેમાં ખાંડ અને કેસર મિક્સ કરો. હવે ચોખાને પેસ્ટમાં મિક્સ કરો. તેને હલાવો અને તે ઘટ્ટ થાય ત્યાં સુધી રહેવા દો. તેની ઉપર ઇલાયચી પાવડર મિક્સ કરો અને સાથે તેને ગેસ પરથી ઉતારી લો. ફિરનીને વાટકામાં મિક્સ કરી લો અને તેની પર બદામ- પિસ્તા અને કાજૂથી તેને સજાવો અને ફ્રિઝમાં રાખો. 
 
Source By : Divya Bhaskar