Recipes

મેથી બોલ્સ

- અઢીસો ગ્રામ બટાકા
- એક મધ્યમ સાઇઝની મેથી ઝૂડી
- એક ઇંચનો આદુનો ટુકડો
- બે નંગ લીલા મરચાં
- બે નંગ બ્રેડ
- મીઠું પ્રમાણસર
- એક નાની ચમચી ચાટ મસાલો
- અડધી ચમચી ધાણો
- કોથમીર
- તળવા માટે તેલ
 
રીત
 
માઇક્રોવેવમાં બટાકાને પાંચ છ મિનિટ સુધી 100 ડિગ્રી સેન્ટિગ્રેડ પર રાખીને શેકી લો. તમે ઇચ્છો તો બટાકાને બાફી પણ શકો છો.  મેથી સાફ કરીને બારીક સુધારી લો. ડુંગળી, આદુ અને લીલા મરચાંને સુધારી લો. બ્રેડના પીસને મસળીને તેનો ચૂરો કરો. બટાકાને બાફીને તેને મેશ કરો અને સાથે તેમાં મેથી, ડુંગળી, આદુ અને બ્રેડ તથા લીલા મરચાં ઉમેરો. આ મિશ્રણના ગોળ શેપ આપીને બોલ્સ બનાવો, તેને સોનેરી થાય ત્યાં સુધી તળો. તમે તેને ચટણીની સાથે ગરમાગરમ પીરસી શકો છો. 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.