Recipes

કોબી-કોથમીર વડાં

-અડધો કપ ઝીણી સમારેલી કોબી

-ત્રણ ચમચા ઝીણી સમારેલી કોથમીર
-ચાર નંગ લાલ મરચાં
-પા ચમચી આમલીની પેસ્ટ
-અડધી ચમચી આખા ધાણા
-એક ચપટી હિંગ
-પા કપ તુવેરની દાળ
-એક ચમચો ચોખા
-તેલ જરૂર મુજબ 
-મીઠું સ્વાદાનુસાર
 
રીત
 
સૌપ્રથમ એક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં હિંગ અને આખા ધાણા ઉમેરી સાંતળો. હવે પલાળેલી દાળ અને ચોખાને નિતારી લો. મિક્સરના જારમાં ચોખા અને દાળ, ધાણા, આમલીની પેસ્ટ, લાલ મરચાં અને મીઠું લઈ પીસી લો. જરૂર પડે તો થોડું પાણી ઉમેરી જાડું પીસી લેવું. હવે તૈયાર થયેલા મિશ્રણમાં કોબી અને કોથમીર ઉમેરી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ એક નૉનસ્ટિક પૈન ગરમ કરો. તૈયાર કરેલા મિશ્રણમાંથી નાના-નાના ગોળા બનાવો અને એને ટિક્કીનો શેપ આપો. ત્યાર બાદ તેલ લગાવી મધ્યમ તાપે બન્ને બાજુથી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો. સર્વિંગ પ્લેટમાં કાઢી ચટણી સાથે સર્વ કરો.
 
Source By : Divya Bhaskar