Recipes

બ્રેડ ઉપમા

-છ નંગ બ્રેડની સ્લાઈસ 
-દસ મીઠા લીમડાના પાન 
-બે ટીસ્પૂન તેલ
-પા ટીસ્પૂન રાઈ
-અડધી ટીસ્પૂન અડદની દાળ
-એક ટીસ્પૂન કાજુ ટુકડા
-એક કપ દહીં
-ચાર નંગ લીલા મરચાંની પેસ્ટ
-એક નંગ ડુંગળી ઝીણી સમારેલી
-મીઠું સ્વાદાનુસાર
ગાર્નિશિંગ માટે
-કોથમીર ઝીણી સમારેલી 
સર્વ કરવા માટે
-નાળિયેરની ચટણી
 
રીત
 
સૌપ્રથમ બ્રેડની કિનારી કાપી લો. ત્યાર બાદ તેના નાના-નાના ટુકડા કરી વલોવેલા દહીંમાં પલાળી દેવા. બ્રેડ સોફ્ટ થાય ત્યાં સુધી પલાળી દેવી. દહીંમાં સ્વાદ પ્રમાણે મીઠું નાખી દેવું, તથા દહીંનું પ્રમાણ બ્રેડ ડૂબે તેટલું જ લેવું. હવે એક કડાઈમાં તેલ ગરમ કરો. ગરમ તેલમાં લીમડો, અડદની દાળ, કાજુ ટુકડા અને લીલા મરચાં નાંખી સાંતળી લો. હવે તેમાં ઝીણી સમારેલી ડુંગળી નાંખી સાંતળી લો. ત્યાર બાદ તેમાં દહીંમાં પલાળેલી બ્રેડ નાંખી હલાવી લેવું. ગરમ-ગરમ ઉપમાને ઝીણી સમારેલી કોથમીર અને તળેલા કાજુ વડે ગાર્નિશ કરી નાળિયેરની ચટણી સાથે સર્વ કરવો.
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.