Recipes

સ્ટફ્ડ કોથમીર પરાઠા

-પોણો કપ ઘઉંનો લોટ

-પોણો કપ મેંદો
-દોઢ ટીસ્પૂન તેલ મોણ માટે
-બે ટીસ્પૂન દહીં
-મીઠું સ્વાદાનુસાર 
 
સ્ટફિંગ માટે
 
-દોઢ કપ ઝીણી સમારેલી કોથમીર
-ચાર નંગ ઝીણા સમારેલા મરચા
-એક ટીસ્પૂન તલ
-ચાર ટીસ્પૂન ચણાનો લોટ
-એક ટીસ્પૂન શેકેલું જીરું પાવડર
-અડધી ટીસ્પૂન લીંબુનો રસ
-પા ટીસ્પૂન આદુની છીણ
-મીઠું સ્વાદાનુસાર 
 
રીત
 
સૌપ્રથમ મેંદો અને ઘઉંનો લોટ ભેગા કરી લો. તેમાં સ્વાદ પ્રમાણે મીઠું તથા તેલનું મોણ અને દહીં નાંખી બરાબર મિક્સ કરો. ત્યાર બાદ પાણી વડે પરોઠાનો લોટ બાંધી ઢાંકીને સાઈડ પર મૂકી રાખો. હવે સ્ટફિંગ માટે સૌપ્રથમ ચણાના લોટને કોરો જ ધીમા તાપે શેકી લો. ત્યાર બાદ તેમાં કોથમીર, મરચા, તલ, મીઠું, લીંબુનો રસ, શેકેલો જીરુંનો પાવડર અને આદુનું છીણ નાખી મિક્સ કરી લો. હવે તૈયાર કરેલા લોટમાંથી બે સરખા માપના લુવા લઇ તેમાંથી પરોઠા વણી લો. એક પરોઠાની ઉપર સ્ટફિંગ પાથરી તેની પર બીજું પરોઠું મૂકી પાણીની મદદથી સીલ કરી લો. આવી જ રીતે બધા જ પરોઠા તૈયાર કરી લો. વણેલા પરોઠાને તવી પર તેલ મૂકી ગુલાબી રંગનું શેકી લો. પરોઠા તૈયાર થઇ જાય એટલે તેને વચ્ચેથી કાપીને દહીં સાથે સર્વ કરો.
 
Source By : Divya Bhaskar