Recipes

ફ્રાઇડ આઇસક્રીમ

 - સ્વાદ અનુસાર તેલ

- એક ચેરી સજાવટ માટે
- બે કપ કોર્નફ્લેક્સ, ટુકડા કરેલું
- બે કપ ચોકલેટ કપ કેક
- ત્રણ મોટા ચમચા મેંદો
- બે સ્કૂપ વેનિલા આઇસક્રીમ
 
રીત
આઇસ્ક્રીમના સ્કૂપ બોલ્સ બનાવો અને તેને ત્રણ કલાક સુધી ફ્રિઝરમાં રાખો, મેંદામાં પાણી મિક્સ કરો અને તેનું ખીરું બનાવો. કેકનો ચૂરો કરો અને તેમાં કોર્નફ્લેક્સનો ચૂરો મિક્સ કરો. આઇસક્રીમ સ્કૂપને કેકના ચૂરાથી કવર કરો અને ફ્રિઝરમાં બે કલાક સુધી રાખો.  આ આઇસક્રીમ સ્કૂપ્સને મેંદાના ખીરામાં ડુબાડો અને સાથે તેને સારી રીતે કવર કરીને ફ્રિઝમાં બે કલાક સેટ થવા રાખો. તૈયાર આઇસક્રીમ બોલ્સને ગરમ તેલમાં ડિપ ફ્રાય કરો અને સાથે ફ્રાઇડ આઇસક્રીમને કાપી લો. તેને ચોકલેટ સોસ અને ચેરીની સાથે સજાવીને સર્વ કરો.
 
નોંધ : આ વેબસાઇટમાં મુકવામાં આવતી માહિતી, લેખો, જાહેરાત તથા રીત અમને મળેલ માહિતીને આધારે છાપવામાં આવે છે. જે તે વ્યકિતએ માહિતી લેખ કે રીતનો ઉપયોગ કરતાં પહેલા પૂરે પૂરી ચકાસણી કરવી. નહીંતર માહિતી, લેખ, જાહેરાત કે રીત દ્વારા કોઇપણ વ્યકિત ગેરમાર્ગે દોરાઇ તો તેની જવાબદારી જે તે વ્યકિતની રહેશે.