Recipes

કેળા મેથીનું શાક

- પોણો કપ કેળું છોલેલું અને કાપેલું

- છ કપ મેથી સુધારેલી
- ત્રણ ચમચી તેલ
- દોઢ ચમચી રાઇ
- પોણી ચમચી હિંગ
- ચપટી ખાવાનો સોડા
- સ્વાદ અનુસાર મીઠું
- અઢી ચમચી આદુ અને મરચાંની પેસ્ટ
- પોણો કપ હળદર
- દોઢ ચમચી મરચું
- અઢી ચમચી ધાણાજીરું
- દોઢ ચમચી ખાંડ
 
રીત
 
એક પૈનમાં તેલ ગરમ કરો અને રાઇનો વઘાર લકરો. તેમાં હિંગ અને મેથી મિક્સ કરો, બે મિનિટ સુધી તેને મિડિયમ ગેસ પર બનાવો. તેમાં મીઠું, આદુ, મરચાંની પેસ્ટ, ધાણા પાવડર, મરચું અને હળદર તથા ખાંડ મિક્સ કરો. પૈનમાં કેળાના ટુકડાને મિક્સ કરો અને તેને બે મિનિટ સુધી ચઢવો. પરાઠાની સાથે ગરમાગરમ સર્વ કરો. 
 
Source By : Divya Bhaskar