Recipes

ગાજરનો હલવો

 

 
-પાંચસો ગ્રામ ગાજર છીણેલા
-બસો ગ્રામ ખાંડ
-સો ગ્રામ માવો અથવા મિલ્ક પાવડર
-બે ટીસ્પૂન મલાઈ અથવા કન્ડેનસ્ડ મિલ્ક
-અઢીસો મીલી ફૂલ ક્રીમ મિલ્ક
-એક ટીસ્પૂન ઘી
-બે ટીસ્પૂન કાજુના ટુકડા
-એક ટીસ્પૂન કિશમિશ
-અડધી ટીસ્પૂન ઈલાયચી પાવડર
 
રીત
 
સૌ પ્રથમ એક જાડા તળિયાવાળી કડાઈમાં ઘી ગરમ કરો. ગરમ થાય એટલે તેમાં છીણેલા ગાજરને શેકી લો. બરાબર શેકાય જાય એટલે પછી તેમાં દૂધ ઉમેરીને ચઢવા દો. વચ્ચે-વચ્ચે આ મિશ્રણને હલાવતા રહો. જેથી તળિયે ચોંટી ન જાય. હવે તેમાં ખાંડ અને મલાઈ અથવા કન્ડેન્સ્ડ મિલ્ક ઉમેરીને બરાબર હલાવો. જ્યાં સુધી ખાંડનું પાણી બળી ન જાય ત્યાં સુધી સતત હલાવતા રહો. થોડું ઘટ્ટ કરવા તેમાં મોળો માવો અથવા મિલ્ક પાવડર ઉમેરો. બધું જ સારી રીતે મિક્સ કરો. અને તેને એકદમ લચકા પડતું થાય ત્યાં સુધી ચઢવા દો. છેલ્લે તેમાં ઈલાયચી પાવડર મિક્સ કરીને ગેસ બંધ કરી દો. હવે સર્વિંગ પ્લૅટમાં કે બાઉલમાં હલાવાને કાઢી લો. ઉપરથી તેમાં કાજુના ટુકડા અને કિસમિસ નાખી સર્વ કરો. તમે ઈચ્છો તો હલવો ચઢતો હોય ત્યારે પણ તેમાં ઉમેરી શકો છો. ઉપરથી નાખવા હોય તો ઘીમાં ફ્રાય કરીને સર્વ કરશો તો વધારે સ્વાદિષ્ટ લાગશે.
Source By : Divyabhaskar