Recipes

પેઠા ગુજિયા

 પડ માટે

 
- બે કપ મેંદો
- ત્રણ ચમચા તેલ
 
સ્ટફિંગ માટે
 
- બે કપ છીણેલું કેસરી પેઠું
- બે મોટા ચમચા બદામનો ભૂકો
- બે મોટા ચમચા નારિયેળનો ભૂકો
- પિસ્તા અને ખસખસ પ્રમાણસર
- તળવા માટે તેલ
 
રીત
 
મેંદા અને તેલને મિક્સ કરીને નવશેકા પાણીથી લોટ બાંધો. સ્ટફિંગનું મિશ્રણ તૈયાર કરી લો અને સાથે મેંદાના લૂઆ કરો અને તેની પૂરી બનાવો. દરેક પૂરીને ગુજિયાના સંચામાં રાખો અને સાથે તેમાં સ્ટફિંગ ભરો. તેલમાં ધીમા તાપે ગુજિયાને તળી લો. આ ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે અને તહેવારની રંગત વધારે છે.
Source By : Divyabhaskar