Recipes

સ્વીટ સોફ્ટ પનીર બોલ્સ

 ચાસણીને માટે

 
- એક કિલો ખાંડ
- દોઢ લિટર પાણી
- પ્રમાણસર કેસર અથવા કેસરી રંગ
 
અન્ય સામગ્રી
 
- અઢીસો ગ્રામ પનીર
- એક ચમચી મેંદો
- ચપટી બેકિંગ પાવડર
- પિસ્તા સુધારેલા અને ચેરી
 
રીત
 
પનીરને એક થાળીમાં કાઢો અને તેને હથેળીમાં રાખીને મસળો. જ્યાં સુધી તે નરમ ન થાય ત્યાં સુધી તેને મસળતાં રહો. મેંદા અને બેકિંગ પાવડરને સાથે મિક્સ કરો અને તેને પનીરમાં ભેળવો. તેના તમે મનપસંદ ગોળ બોલ્સ હનાવો. કેસરી રંગ અને પાણી મિક્સ કરીને ચાસણીને તૈયાર કરો. અડધો કલાક સુધી તેને ઉકાળો. દસ મિનિટ થાય ત્યારે તેમાં એક કપ પાણી મિક્સ કરો. ચાસણીને એક તૃતિયાંશ ભાગમાં અલગ વાસણમાં ઠંડી કરો. તેમાં આ પનીર બોલ્સ મિક્સ કરો. ધીમા ગેસ પર તેને થવા દો. ઢાંકણુ લગાવીને તેને દસથી પંદર મિનિટ સુધી ઉકાળો. ચાસણી ઘટ્ટ ખશે તો બોલ્સ પર એક ચમચી પાણી ઉમેરો. તેનાથી ચાસણી પાતળી થઇ જશે અને બોલ્સ સ્પંજી બનશે. જ્યારે બોલ્સ ફૂલી જાય ત્યારે તેને અલગ કાઢો અને ઠંડી ચાસણીમાં ડુબાડીને રાખો. પીરસતી સમયે તેને પિસ્તા અને ચેરીથી સજાવો. 
 
Source By : Divyabhaskar