Recipes

દૂધીના કોફ્તા વિથ કાજુ કરી

 - પાંચસો ગ્રામ દૂધી 

- સો ગ્રામ પનીર 
- બે ચમચા કાજુના ટુકડા 
- એક ચમચો કાજુની પૅસ્ટ 
- એક ચમચો કિશમિશ
- એક ચમચી ડુંગળીનું છીણ
- ચાર કળી વાટેલું લસણ 
- બે ચમચી વાટેલું આદુ 
- ચારસો ગ્રામ (છીણેલા) ટામેટા 
- સો ગ્રામ ચણાનો લોટ 
- સો ગ્રામ ક્રીમ 
- ચાર નંગ લીલા મરચાં 
- એક ચમચી ગરમ મસાલો 
- દસ ગ્રામ મગજતરીના બીજ 
- મીઠું પ્રમાણસર
- લાલ મરચા પાવડર
- તેલ પ્રમાણસર
- ધાણાજીરુ પ્રમાણસર
- હળદર પ્રમાણસર
 
રીત
 
ચણાના લોટમાં મીઠું, હળદર, મરચાં અને પાણી નાંખીને ખીરું બનાવો. પનીર મસળીને તેમાં મીઠું, લીલા મરચાના ટુકડા અને કિશમિશ નાંખી પુરણ બનાવો. દૂધીની છાલ ઉતારીને છીણી લો, તેને નીચોવીને પાણી કાઢીને બાજુ પર રાખો (આ પાણી ગ્રેવી બનાવતી વખતે તેમાં ઉમેરી દેવું) હવે આ છીણમાં મીઠું, ડુંગળીનું છીણ, મરચાની પેસ્ટ નાંખીને મિક્સ કરી લો. દૂધીના પુરણમાંથી નાના ગોળા બનાવી, તેની વચ્ચે પનીરનું પુરણ મૂકીને તેને લંબગોળ આકારમાં વાળી લો. હવે આ બધા કોફતાને ચણાના લોટના ખીરામાં બોળીને ગરમ તેલમાં તળી લો. મગજતરી, ડુંગળી, લસણ અને આદુ મરચાની પેસ્ટ બનાવો. એક વાસણમાં ઘી અથવા તેલ મૂકીને આ પેસ્ટ સાંતળી લો, તેમાં કાજુના નાના ટૂકડા કરીને નાંખો અને છેલ્લે ગરમ મસાલો નાંખી હલાવો. હવે આ ગ્રેવીમાં છીણેલા ટામેટા, કાજુની પેસ્ટ, સ્વાદ પ્રમાણે મીઠું, હળદર, ધાણાજીરું ઉમેરો. ગ્રેવી બરાબર ઘટ્ટ થઈ જાય પછી તેને નીચે ઉતારી લો. એક સર્વિંગ બાઉલમાં કોફતા મૂકી, તેના પર તૈયાર થયેલી ગ્રેવી પાથરો, ઉપરથી ફ્રેશ ક્રીમ, કાજુના થોડા ટુકડા અને કોથમીર નાંખીને સર્વ કરો.
 
Source By : Divyabhaskar