આ સ્ટેપ્સની મદદથી સૌથી પહેલા મેળવો WhatsAppના નવા ફીચર્સ

10 Feb, 2018

 WhatsApp દુનિયામાં સૌથી વધારે ઉપયોગ કરાતી મેસેન્જર એપ છે. WhatsApp દુનિયાના અલગ-અલગ વિસ્તારોમાં સતત પોતાના નવા ફિચર્સ ટેસ્ટિંગ કરતું રહે છે. અમુક વાર ફીચર્સ ટેસ્ટિંગમાં ફેઈલ જાય તો તે સામે નથી આવતા, નહીં તો તેને લોન્ચ કરી દેવામાં આવે છે. વોટ્સએપના નવા ફીચર્સ સૌથી પહેલા બીટા ટેસ્ટર્સને મળે છે. તમે પણ બીટા ટેસ્ટરના ગ્રુપમાં શામેલ થઈ શકો છો.

એન્ડ્રોઇડ પ્લેટફોર્મ પર WhatsApp બીટા યૂઝર બનવું ધણું સરળ છે. એક વખત જ્યારે તમે બીટા યૂઝર બની જાઓ છો તો તમને દુનિયાના કરોડો યૂઝર્સ પહેલા નવા ફિચર્સ વાપરવાનો મોકો મળશે. આ માટે તમારે કોઈ નવો હેન્ડસેટ લેવાની કે પછી કોઈ .apk ફાઈલ મેન્યુઅલ ડાઉનલોડ કરવાની જરુર નથી. WhatsApp બીટા મેમ્બર બનવા માટે એક ઓફિશિયલ રુટ આપ્યો છે. 

આ માટે સૌથી પહેલા તમારે કોઇ પણ બ્રાઉઝર પર WhatsApp બીટા ટેસ્ટ પેજ ખોલવાનું રહેશે. આ માટે https://play.google.com/apps/testing/com.whatsapp લિંક પર જાઓ. ત્યારપછી તમારી એન્ડ્રોઈડ ડિવાઈસ સાથે લિંક થયેલા ગૂગલ અકાઉન્ટ પર લૉગઈન કરો. લૉગ-ઈન કર્યા પછી તમારે 'બિકમ અ ટેસ્ટર' ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે.

તમે બીટા યૂઝર  બનશો પછી તમને WhatsApp પર એક અપડેટ મળશે. આ સાથે જ તમે ગૂગલ પ્લે પર એપના લિસ્ટિંગ પેજ પર જઈને તેને ડાઉનલોડ કરી શકો છો. એક યૂઝર બન્યા પછી લિસ્ટિંગમાં તમારા નામ આગળ 'બીટા' લખેલું આવશે. તમે ઈચ્છો ત્યારે બીટા ટેસ્ટિંગ પ્રોગ્રામ છોડી શકો છો. આ માટે તમારે બીટા એપ વર્ઝનને અન-ઈન્સટૉલ કરીને ગૂગલ પ્લે પરથી સામાન્ય એપ વર્ઝન ડાઉનલોડ કરવાની રહેશે.