કોઈના જન્મ વર્ષ ના છેલ્લા અંક પરથી તેના સ્વભાવ નો આઈડિયા આવી જાય છે

16 Jul, 2018

જો તમે મૂલાંકને સમજો છો અને તેની ખાસિયતો વિશે જાણો છો તો તમારે અમારો આ લેખ જરૂર વાંચવો જોઈએ. તમે તમારા શુભ અંક, જન્મ તિથિ કે પછી મૂલાંક સાથે જોડાયેલી અન્ય રીતોથી પોતાના ભવિષ્ય વિશે ઘણું બધુ જાણી શકે છે. અમે તમને તમારા જન્મની વર્ષના છેલ્લા અંકને આધારે તમારા વ્યકિતત્વ વિશે જણાવિશું.
 
જન્મનું વર્ષ તમારા વ્યકિતત્વ વિશે ઘણું કહી જાય છે. તો આવો જાણીએ તમારા જન્મના વર્ષના છેલ્લા અંકને આધારે તમારુ વ્યકિતત્વ. જેમકે, તમારો જન્મ 7-0-1984માં થયો છે તો તમારો અંક 4 કહેવાય.
 

 
જો તમારો જન્મ 1951, 61, 71, 81, 91, 01, 11 માં થયો છે.
જો તમારો જન્મ અંક 1 છે તો તમે સારા પ્રતિસ્પર્ધિ છો. તમે જીતવાના તમામ પ્રયત્નો કરો છો, જેથી તમારે હારનો સામનો ન કરવો પડે. તમે ખૂબ જ મહત્વાકાંક્ષી છો અને પોતાના સપના પૂરાં કરવા સખત પરિશ્રમ કરો છો. ઉપરાંત તમે કોઈ કિંમતે પાછળ ખરવામાં માનતા નથી. તમે એક વીર યોદ્ધાની જેમ પોતાના છેલ્લા શ્વાસ સુધી લડવામાં વિશ્વાસ રાખો છો.
 
જો તમારો જન્મ 1952, 62, 72, 82, 92, 02, 12 માં થયો છે
જો તમારો જન્મ અંક 2 છે તો તમે બમણું વ્યકિતત્વ ધરાવનારી વ્યકિત છે. તમારા નજીકના લોકો માટે તમે તદ્દન અલગ છો અને જેઓને તમે પસંદ નથી કરતા તેમની માટે તમે તદ્દન અલગ વ્યકિત છો. તમે લોકોને સારી રીતે પરખી શકો છો અને તેમના પર ભરોસો કરી શકો છો.
 
જો તમારો જન્મ 1953, 63, 73, 83, 93, 03, 13માં થયો છે
3 અંક ધરાવનારી વ્યકિત ખૂબ જ અધ્યયનશીલ હોય છે, તે જીવનમાં વિવિધ પરિપ્રેક્ષ્યથી જોવે છે. બીજાની લાગણીઓનું સન્માન કરે છે અને કોઈ પણ નિષ્કર્ષ પર આવતા પૂર્વે વિવિધ મંતવ્યો પર ધ્યાન આપે છે. છેલ્લુ મંતલ્ય કાંતો તેમનું હોય કાંતો સામેવાળાનું. તેઓ બધા જ સંબંધોને મહત્વ આપે છે. ભાઈ-બહેન સાથે તેમનો સંબંધ સારો રહે છે. જો કે તેઓ અપેક્ષા મુજબ બીજાનો સહયોગ મેળવી શકતા નથી.
 
જો તમારો જન્મ 1954, 64, 74, 84, 94, 04, 14માં થયો છે
જો તમારો અંક 4 છે તો તમે એક સમજદાર અને હોંશિયાર વ્યકિત છો. તમારી આસપાસ શું થઈ રહ્યુ છે તે તમે સારી રીતે જાણો છો. બીજાની જરૂરિયાતોનું ધ્યાન રાખનારા હોય છે. તેમને સારી રીતે ખબર છે કે કઈ વસ્તુ તેમને આગળ વધવા પ્રેરે છે અને કઈ વસ્તુ તેમને રોકે છે. તેમના સુંદર વિચારો તેમની મહત્વની પૂંજી છે. સ્વભાવે મનમોજી હોય છે. તેઓ જલ્દી લોકો સાથે ભળી જાય છે અને ઝડપથી મિત્રો પણ બનાવી લે છે.
 
જો તમારો જન્મ 1955, 65, 75, 85, 95, 05, 15માં થયો છે
અંક 5 ધરાવતા લોકો એવા લોકોમાંના છે જેઓ માનવતા અને તમામ ફેરફારોને વ્યક્ત કરે છે. તમારા વ્યકિતત્વમાં 5 તત્વ પાણી, વાયુ, અગ્નિ, પૃથ્વી અને દિલ શામેલ છે. તમારામાં ગજબનો આત્મવિશ્વાસ હોય છે, જે તમને જીતવામાં મદદ કરે છે. તમે બધી જ ચેલેન્જોનો દ્રઢતાથી સામનો કરો છો અને સકારાત્મક વિચારોને બળે તમે વિજય થાવ છો.
 
જો તમારો જન્મ 1956, 66, 76, 86, 96, 06, 16માં થયો છે
જો તમારો જન્મ અંક 6 છે તો તમે એક પ્રભાવશાળી વ્યકિત છો. તમે પુષ્કળ પ્રયત્નો કરો છો. તમારો સ્વભાવ નિડર અને બહાદૂર હોય છે. જેઓ તમને ડરાવવા કે દબાવવાનો પ્રયત્ન કરે છે, તેમના પર તમે હાવી થઈ જાવ છો. મિત્રતા કરવામાં તમે આગળ છો. એકવાર જેને મિત્ર બનાવી લો છો તેને દિલથી નિભાવો છો.
 

 
જો તમારો જન્મ 1957, 67, 77, 87, 97, 07, 17માં થયો છે 
7 અંક ધરાવતી વ્યકિત ખૂબ જ રહસ્યમયી હોય છે. એક તરફ તેઓ જેટલા સરળ અને શાંત લાગે છે, બીજી તરફ પોતાની વાત છૂપાવવામાં એક્સપર્ટ હોય છે. તેમના મનમાં શું ચાલે છે તે જાણવું મુશ્કેલ હોય છે. પોતાની માસુમ સ્માઈલ પાછળ તેઓ બધુ છૂપાવી લે છે. તેઓ આકર્ષક હોય છે. પોતાના રહસ્યમયી વ્યકિતત્વને કારણે તેઓ લોકોની વચ્ચે ચર્ચાનો વિષય બનેલા રહે છે.
 
જો તમારો જન્મ 1958, 68, 78, 88, 98, 08, 18માં થયો છે 
જેમને જન્મ અંક 8 છે તેઓ ખુલ્લા વિચારોના હોય છે. સાથે જ હંમેશા નવા નવા વિચારોથી પૂર્ણ રહે છે. તેમને સાર્થક વાર્તાલાપ ગમે છે. તેમની માટે તેમના સપનાથી વિશેષ કંઈ જ નથી. કુટુંબ અને પ્રિયજનો સાથે સમય વિતાવવું તેમને ગમે છે. તેઓ દરેક વાતને ગંભીરતાથી લે છે. તેમના રસ્તામાં આવનારી તમામ અડચણોનો તેઓ ધીમે ધીમે ઉકેલ શોધી જ લે છે.
 
જો તમારો જન્મ 1959, 69, 79, 89, 99, 09, 19માં થયો છે 
અંક 9 ધરાવતા લોકોની બુદ્ધિ ખૂબ જ તેજ હોય છે. તેમની પાસે દરેક વાતની નાનામાં નાની જાણકારી હોય છે. તેમની ક્ષમતા બહારના કામો કરતી વખતે તેઓ ખૂબ જ સાવધ રહે છે અને પૂરતી પ્રામાણિકતાથી પોતાના કામને અંજામ સુધી પહોંચાડે છે. જેથી તેઓ પરફેક્શનિસ્ટ કહેવાય છે. દરેક કામ દિલથી અને સારી રીતે કરે છે. તેમનું જીવન ભરે સંઘર્ષોથી ભરેલું હોય પણ તેને પહોંચી વળવા તેઓ સક્ષમ હોય છે.
 
જો તમારો જન્મ 1950, 60, 70, 80, 90, 00, 2010માં થયો છે 0 અંક ધરાવતા જાતકો હોંશિયાર અને સ્વભાવે અનુકૂળ હોય છે. તમામ નિર્ણયો પોતાની બુદ્ધિથી લે છે. તેઓ બધુ જ કરવા સક્ષમ હોય છે પણ પોતાના અસલી સ્વભાવને તેઓ છુપાવી રાખે છે. ઘણા ઓછા લોકો હોય છે જે તમને સારી રીતે જાણતા હોય. તેમનું વ્યકિતત્વ રસપ્રદ અને જાદુઈ સાથે રહસ્યમયી હોય છે.