પથારીમાંથી પડયો બે વર્ષનો બાળક, માથામાં ધુસી ગયું પાવર પ્લગ

03 Jul, 2018

 એમ તો દરેક માતા-પિતા પોતાના બાળકનું પુરુ ધ્યાન રાખતા હોય છે. પોતાના બાળકોને અનહદ પ્રેમ કરવાવાળા માતા-પિતા તેના દરેક પગલે કેયર કરે છે. પરંતુ ઘણીવાર સમજાવામાં આવે છે કે બાળક ઘરમાં તો સુરક્ષિત જ રહેશે. ત્યાં સુધી કે માતાપિતા સામે હો તો શું ખતરો હોય તો આ હળાહળ ખોટું છે. કોઇ પણ ઘટના-દુર્ઘટના કયાંય પણ, કયારેય પણ થઇ શકે છે. આ માટે બાળકો માટે એકસ્ટ્રા કેયરની જરૂરત હોય છે. બાળકોને લઇને નાની નાની ભુલ કેટલી જીવલેણ હોય શકે છે, તેનો અંદાજ ચીનમાં બે વર્ષના બાળકની સાથે થયેલી આ ઘટનાથી લગાવી શકાય છે. રમતા આ બે વર્ષનો બાળક પથારીમાંથી પડયો ત્યારે માથામાં ત્યાં રાખેલો પાવર પ્લગ ઘુસી ગયો.

 

 

ગુઆંગજો સ્થિત પોતાના ઘર પર રમી રહેલા બાળક ચેન-ચેનની સાથે આ આઘાતજનક ઘટના ઘટી. જો કે ત્રણ કલાકના લાંબા ઓપરેશન પછી ડોકટરોએ તેના માથામાં પ્લગને સફળતાપૂર્વક હટાવી લીધો હતો.
 
 
 

ડોકટરના કહેવા મુજબ આટલા નાના બાળકને આવી ચોટ લાગવાનો પહેલો કેસ હતો. તે એકસ-રે રીપોર્ટ જોઇને હેરાન હતા, પ્લગ બાળકની નાજુક ખોપડીમાં ઘુસી ગયા હતો પરંતુ કિસ્મતથી તેનો જીવ બચી ગયો. લગભગ એક અઠવાડિયા હોસ્પિટલમાં રાખ્યા પછી ચેન-ચેનને ડીસ્ચાર્જ કરવામાં આવ્યો હતો. ડોકટરે કહયું આ ઘટેલી ઘટના દરેક માતાિ૫તા માટે એક ચેતવણીરૂપ છે.

 

 

એ જરૂરી છે કે ઘરમાં કોઇ ચીજવસ્તુઓ અસ્તવ્યસ્ત ન રાખો જો કે બાળકો માટે જીવલેણ સાબિત થાય. હવે આ ઘટનામાં માતા-પિતાએ જરા પણ નહીં વિચાર્યું હોય કે ખુલ્લુ પડેલુ પાવર પ્લગ બાળકના માથામાં ઘુસી જશે અને તેનો જીવ ખતરામા પડી જશે. સૌથી જરૂરી એ છે કે માતાપિતાએ તેની દરેક એકશન પર ધ્યાન દેવું જોઇએ નહીંતર તમારા જીગરના ટુકડા માટે તે જીવલેણ થઇ શકે છે.