બાપ રે... ૧૩ વર્ષ સુધી ટોયલેટ નથી ગયો આ શખ્સ

12 Jul, 2018

 જે વ્યકિતને કબજીયાતની સમસ્યા હોય છે તે જાણે છે કે ફ્રેશ ન થવાથી જીવન ઉપર શું અસર થાય છે. અમિતાભ બચ્ચન અને દિપીકા પદુકોણની ફિલ્મ પીકુમાં આ સમસ્યા વિશે બતાવવામાં આવ્યું હતું. જેના માટે ફિલ્મને નેશનલ એવોર્ડ મળ્યો હતો. અમેરિકાના એક વ્યકિત એેવો પણ છે જે ૧૩ વર્ષ સુધી ફ્રેશ થવા ન ગયો.

હવે સવાલ એ છે કે કોઇ વ્યકિત કેટલા દિવસો સુધી ટોયલેટ ગયા વગર રહી શકે છે. અધ્યયનોથી ખબર મળી છે કે કોઇ પણ વ્યકિતને સપ્તાહમાં ઓછામાં ઓછા ૩-૪ વાર ટોયલેગ જવું જોઇએ. પરંતુ આનાથી વધુ સમય સુધી મળને પેટમાં રોકી રાખો તો બીમારીઓ અથવા મોત સુધીનું કારણ બની શકે છે.

આઠ અઠવાડિયા સુધી ટોયલેટ ન જવાને કારણે બ્રિટેનની એક છાત્રાની મોત થઇ ગઇ હતી. બે મહિનો સુધી મળ રોકવાથી તેનું બાઉલ ફાટી ગયું હતું. જેનાથી તેની છાતી સંકુચિત થઇ ગઇ. બીજા અંગ વિસ્થાપિત થઇ ગયા હતા. જેનાથી તેની મૃત્યુ થઇ ગયું.

પરંતુ અમે જે વ્યકિતની વાત કરી રહયા છે કે તે અમેરિકાના રહેવાવાળો છે અને તે ૧૩ વર્ષ સુધી ટોયલેગ ન ગયો. આ વાત ઘણી રોચક છે તે ગંભીર કબ્જના લીધે ૧૩ વર્ષ સુધી જીવતો રહયો. તે એક ગંભીર બીમારીથી જીવન વિતાવી રહયો હતો.

તેના કારણે તેના આંતરડાઓમાં બ્લોકેજ આવી ગયું હતું. જેનાથી તે મળ ત્યાગ ન હતો કરી શકતો. છેલ્લે ર૯ વર્ષની ઉંમરમાં ગંભીર કબ્જના કારણે તેની મોત થઇ ગઇ. આ વખતે તેનું કોલોન રપ ફુટ લાંબુ અને ૮ ફૂટની પરીધીમાં ફેલાયેલું હતું.

તેમાં તેનું મળ ભરેલું હતું. જેનાથી ત્રણ ડોલ મળથી ભરી જાય અને તેનુ કુલ વજન લગભગ ૧૮ કિલોથી વધુ હતું. આ બીમારીને કારણે તેનું પેટ બહાર નીકળી ગયું હતું અને તે ફિલાડેલ્ફિયાના એક સર્કસમાં ધ બલૂન મેનના નામથી લોકોને હસવાતો હતો. આ માણસનું કોલોન પેંસિલ્વેનિયામાં સ્થિત એક મેડિકલ મ્યુઝિયમમાં રાખવામાં આવ્યું છે.