૭ લાખની બ્રા લઇને ફરાર થઇ મહિલા, પકડાઇ તો છાંટયુ પેપર સ્પ્રે

15 Mar, 2018

  અમેરિકાની કેલિફોર્નિયામાં બે મહિલાઓની વિકટોરીયા સિક્રેટથી ૧૧ હજાર ડોલર એટલે લગભગ ૭ લાખ રૂપિયાના બ્રા ચોરી કરવાના આરોપમાં ધરપકડ કરવામાં આવી હતી.  ધરપકડ મહિલાઓમાં ૨૨ વર્ષની બ્લૈંકા થાલિયા કિવંતેરો અને ૧૯ વર્ષની એંટાને સામેલ છે.

અધિકારીઓએ જણાવ્યું કે તેને રાત ૮ વાગ્યાથી પહેલા વિકટોરીયા સિક્રેટ વિસ્તારમાં એક કોલ આવ્યો અને મહિલાઓની ફરિયાદ કરવામાં આવી. પોલીસે બતાવ્યું કે જયારે સ્ટોર કર્મચારી આ મહિલાઓને રોકવાની કોશિષ કરી તો કિવંતેરોએ તેના ઉપર પેપર સ્પ્રે છોડીને ભાગવાની કોશિષ કરી.

કર્મચારીએ પોલીસે જણાવ્યું કે બંને મહિલાઓ કયા રસ્તે ભાગી છે અને પછી ઓફીસરોએ તેને પકડી લીધી. પોલીસે સ્ટોરથી પકડાયેલા ચોરીના કપડા કબજે કર્યા. સાથે જ મહિલાઓની પાસેથી પેપર સ્પ્રે પણ મળ્યો. બંને પર ચોરી અને સાજીશ રચવાના આરોપ પણ લાગ્યા છે. પોલીસના મુતાબીક કિવંતેરો પર અપરાધ માટે આંસુ ગૈસ ઉપયોગ કરવાનો અને ગેરકાનુની રૂપથી આંસુ ગેસ પોતાની પાસે રાખવાનો પણ આરોપ લાગ્યો.