જો તમે પણ પહેરો છો સ્કીન ટાઇટ જીન્સ તો આ સમાચાર વાંચીને તમારા હોંશ ઉડી જશે

16 Mar, 2018

 આજકાલ ફેશનનું જુનુન લોકો પર એ હદે સવાર થઇ ગયું છે કે ઘણીવાર તે પોતાના સ્વાસ્થ્યને પણ નજરઅંદાજ કરી બેસે છે. હવે આ મહિલાને જ જોઇ લો. આ મહિલાએ એટલી ટાઇટ જીન્સ પહેરી હતી કે તેને હોસ્પિટલમાં એડમીટ કરવી પડી હતી.

આ મામલો ઓસ્ટ્રેલિયાના અડલિટ શહેરનો છે જયાં મહિલાની જીન્સ તેના માટે મુસીબત બની ગઇ. જાણકારી મુજબ આ મહિલાએ સ્કીન ટાઇટ જીન્સ પહેરી હતી. તે આરામથી ચાલી રહી હતી કે અચાનક જ તેના બંને પગ સુન્ન પડી ગયા અને તે જમીન પર નીચે પડી ગઇ.

તેની હાલત એટલી ગંભીર થઇ ગઇ કે બીજીવાર ઉભી પણ ન થઇ શકી. તે ઘસડાતા ઘસડાતા લોકોની પાસે ગઇ અને તેનાથી મદદ માંગી હતી.

લોકોએ તેને હોસ્પિટલમાં ભરતી કરાઇ જયાં આ વાતની ખબર પડી કે સ્કીન ટાઇટ જીન્સની કારણે તેના પગોની નસ દબાઇ ગઇ હતી. આના કારણે લોહીનો પ્રવાહ ઉભો રહી ગયો હતો અને બંને પગ પુરી રીતે સુન્ન પડી ગયા. તેના પગમાં એટલો બધો સોજો આવી ગયો કે તેની જીન્સ નીકળી જ ન શકી. ડોકટરે એ મહિલાની જીન્સ કાપીને કાઢવી પડી. મહિલા હવે જયારે હોસ્પિટલ આવી હતી ત્યારે તેની હાલત ખુબ જ ગંભીર હતી.