પત્ની અને સાળી એક સાથે થઇ પ્રેગ્નેન્ટ, હકીકત સામે આવે તો પગ નીચે જમીન ખસકી ગઇ

11 Sep, 2018

 અમેરિકામાં એક અજીબોગરીબ ઘટના સામે આવી હતી. અહીંના ઓહિયો શહેરમાં એકસાથે બે બહેનો પ્રેગ્નેન્ટ થઇ હતી. નવાઇની વાત એ છે કે બંનેની ડીલીવરી એક જ સમય પર થઇ અને બંનેએ એકસાથે જુડવા બાળકોને જન્મ પણ દીધો. હવે આ ઇત્તેફાક છે કે કંઇ બીજું. એમ તો આખા ઘટનાક્રમની પાછળ એક ખાસ કારણ બતાવવામાં આવી રહયું છે.

મીડિયા રીપોર્ટની માનીએ તો આ ચાર બાળકોને એક સાથે એક જ ગર્ભથી જન્મ લીધો છે. તે અલગ અલગ ગર્ભથી જન્મ્યા જરૂર છે પરંતુ એક જ કપલના ભ્રુણ છે. તેમને બે અલગ અલગ ગર્ભમાં રાખ્યા હતા. જયારે તે બાળકોનો જન્મ થયો તો ડોકટરે તેમને કવાડરપેલેટસ(એક સાથે જન્મ લેનારા ચાર બાળકો) બતાવ્યા.
 

એની જોનસન અને તેના પતિ જોબી આ કોશિષ લાંબા સમયથી બાળકની કોશિષમાં લાગી હતી પરંતુ દરેક વખતે નિષ્ફળતા હાથ લાગી રહી હતી. સંતાન સુખ પામવામાં અસફળ થવાવાળું આ કપલ એટલી જહેમત પછી છેલ્લે સફળ થઇ ગયા. ભગવાનને તેનો અવાજ સાંભળી જ લીધો અને એક સાથે ચાર ચાર બાળકોનું સુખ આપ્યું.

તેની નાની બહેન એની જોનસન બાળકને ન જન્મ આપવાને કારણે પરેશાન હતી તો મોટી બહેન ક્રિસીએ મદદ કરવાનું વિચાર કર્યો. ક્રિસીએ વિચાર્યું કે પોતાની બહેનની મદદ કરશે તો તે પણ માં બની શકે છે. ત્યારપછી ક્રિસીએ નિર્ણય કર્યો કે તે પોતાની નાની બહેન માટે સેરોગેટ મદદ બનશે.

એનીને સંતાન સુખ આપવા માટે એનીની વાત બધાએ સ્વીકાર કરી લીધી. ત્યારપછી ડોકટરોએ સૌથી પહેલા એનીના એગ્સ કલેકટર કર્યા અને જોબીના સ્પર્મની સાથે તેને ફર્ટીલાઇઝ કર્યા. ત્યાર પછી બે ભ્રુણને એનીની મોટી બહેન ક્રિસીના ગર્ભમાં વિકસીત કરવા માટે તેના બોડીમાં ટ્રાન્સફર કર્યા. એની અને ક્રિસીની માસિકનો સમય પણ એક જ હતો. આ કારણે ડોકટરે એનીને એક છેલ્લી સલાહ આપી.

એનીની હા પછી ડોકટરોએ બે ભ્રુણ તેના શરીરમાં પણ વિકસીત થવા માટે ઇમ્પ્લાન્ટ કરી દીધા. એમ્બ્રોય ઇમ્પ્લાંટેશનની પ્રક્રિયા પુરી થયા પછી એક એવો ચમત્કાર થયો, જેના પર વિશ્ર્વાસ કરવો ઘણો મુશ્કેલ છે. બંને બહેન એક સાથે પ્રેગ્નેન્ટ થઇ. એનીએ જણાવ્યું કે તેમને પ્રેગ્નેન્ટ થવાની છેલ્લી કોશિષ કરી હતી, પરંતુ નસીબે સાથ આપ્યો અને તેની માં બનવાથી વર્ષો જુનું સપનું પુરુ થવા જઇ રહયું હતું.