જાણો, સ્મશાનયાત્રામા દરમ્યાન રામ નામ સત્ય હૈ કેમ બોલવામાં આવે છે
પ્રાચીન સમયથી આપણે જોતા આવ્યા છીએ કે જયારે કોઇ મૃત્યુ પામે છે ત્યારે તેના શબને સ્મશાને લઇ જતી વખતે પરિવારજનો તથા સંબંધીઓ વગેરે રામ નામ સત્ય બોલતા તેમને લઇ જાય છે. પરંતુ આ બોલવા પાછળનો સાચો ઉદ્દેશ્ય ઓછા લોકોને ખબર હશે કે શા માટે મૃતકની સ્મશાનયાત્રા દરમ્યાન આવું કેમ કહેવામાં આવે છે ?
અહન્યહનિ ભૂતાનિ ગચ્છંતિ યમમમન્દિરમ ા
શેષા વિભૂતિમિચ્છંતિ કિમાશ્ર્ચર્ય મત: પરમ ાા
અર્થ - મૃતકને જયારે સ્મશાનમાં લઇ જાય છે ત્યારે કહે છે રામ નામ સત્ય હૈ, પરંતુ જયારે ઘર પાછા આવે ત્યારે રામ નામ ભુલીને માયા મોહમાં લુપ્ત થઇ જાય છે. મૃતકના ઘરવાળાઓ પહેલા મૃતકના મિલકતને સંભાળવાની ચિંતામાં લાગેલા છે અને મિલકત માટે લડતા-ઝઘડતા હોય છે. ધર્મરાજ યુધિષ્ઠિરએ આગળ કહયું કે, નિત્ય હી પ્રાણી મરે છે, પરંતુ શેષ પરિજન સંપતિને જ ચાહે છે આનાથી વધારે શું આશ્ર્ચય હોય ?
રામ નામ સત્ય હૈ, સત્ય બોલો ગત હૈ, બોલવા પાછળ મૃતકને સંભાળવાનું હોય છે પરંતુ સાથમાં ચાલી રહેલા પરિજનો, મિત્ર અને ત્યાંથી પસાર થતા લોકો આ તથ્યથી પરિચિત હોય જાય કે રામ કા નામ હી સત્ય જ છે. જયારે રામ બોલશો ત્યારે જ ગતિ થશે.