શા માટે પુત્ર દ્વારા કરાય છે પિતાના અંતિમ સંસ્કાર ? જાણો રસપ્રદ સત્ય...

21 Feb, 2018

હિન્દુ ધર્મની માન્યતાઓ પ્રમાણે મર્યા પછી અંતિમ સંસ્કાર પુત્ર કરતો હોય છે. અંતિમ સંસ્કારમાં મૃત્યુ પછી શબને અગ્નિ આપીને તેની દાહ ક્રિયા કરવામાં આવે છે. એવું કહેવાય છે કે માનવ જીવનમાં સોળ પ્રકારના સંસ્કારો હોય છે. જેમાં અંતિમ સંસ્કાર અંત્યેષ્ઠિ ક્રિયા સંસ્કાર છે. તેમાં દશગાત્ર-વિધાન, શોડશ-શ્રાદ્ધ, સંપિન્ડીકરણ જેવી વસ્તુઓ હોય છે. એવું પણ કહેવાય છે કે માનવનું શરીર બે પ્રકારે જીવન જીવતું હોય છે. એક સૂક્ષ્મ શરીર, બીજું સ્થૂળ શરીર. સ્થૂળ શરીર અર્થાત્ આપણે જોઈ શકીએ છી, સ્પર્શ કરી શકીએ તેને અનુભવ કરી શકીએ છીએ. પરંતુ સૂક્ષ્મ શરીરને આપણે માત્ર અનુભવ કરી શકીએ છીએ. એવું કહેવાય છે કે મનુષ્યનું સૂક્ષ્મ શરીર 17 પદાર્થો- 5 કર્મેન્દ્રિયો, 5 જ્ઞાનેન્દ્રિયો, 5 પ્રાણવાયુ, મન અને બુદ્ધિને લઈને સ્થૂળ શરીરમાં પ્રવેશ કરે છે. જ્યારે માણસનું મૃત્યુ થઈ જાય છે તો આ સત્રર પદાર્થોને લઈને જીવ સ્થૂળ શરીરથી નિકળી જાય છે.

 
હવે સવાલ આવે છે કે અંતિમ સંસ્કાર પુત્ર જ શા માટે કરે? એવું એટલા માટે કરવામાં આવે છે કારણ કે પિતાના વીર્યથી ઉત્પન્ન પુત્ર પિતાની સમાન જ વ્યવહાર વાળો હોય છે. હિન્દુ ધર્મમાં પણ પુત્રનો અલગ અર્થ છે. હિન્દુ ધર્મ પ્રમાણે ‘पु’અર્થાત્ નકર થી ‘त्र’ ત્રાણ કરવાનું હોય છે. જેનો અર્થ પિતાને નરકથી કાઢીને ઉત્તમ સ્થાન પ્રદાન કરવું તે જ પુત્રનું કર્મ છે. એટલા માટે ‘पुत्र’ જ અંતિમ સંસ્કાર કરે છે.