અક્ષય તૃતિયા અને પરણીત દંપતિ વચ્ચે શું કનેક્શન છે ?

27 Mar, 2018

હિન્દુ ધર્મમાં અક્ષય તૃતિયાનું વિશેષ સ્થાન છે. કેટલાક લોકો અખાત્રી ત્રીજના નામે પણ ઓળખે છે. લગ્ન માટે આ દિવસ ખૂબ જ પવિત્ર ગણવામાં આવે છે. કહેવામાં આવે છે આ દિવસે લગ્ન કરવા માટે કોઇપણ પ્રકારનું મુહૂર્ત જોયતું નથી. વૈશાખ માસના શુક્લ પક્ષના ત્રીજા દિવસને ગણવામાં આવે છે. ઘણા પરિવારોમાં આ દિવસે વિશેષ કરવામાં આવે છે અને ઘણી જગ્યાએ આ દિવસે સોનાની ખરીદી પણ શુભ ગણવામાં આવે છે. દિવસે ને દિવસે લોકપ્રિયતા એટલી વધી ગઇ છે કે લોકો વચ્ચે સોનું ખરીદવા અને શુભ કાર્યોને કરવાનો ક્રેજ વધી ગયો છે. આ દિવસે મહાલક્ષ્મીની પૂજા કરવામાં આવે છે જે માતા લક્ષ્મીનું સ્વરૂપ છે અને ગણવામાં આવે છે તેમની પૂજા કરવાથી ઘરમાં સમૃદ્ધિ અને ધન આવે છે. તો બીજી તરફ દંપતિઓ માટે ખાસ ગણવામાં આવે છે. કહેવામાં આવે છે કે આ દિવસે લગ્ન કરવાથી પ્રેમ વધે છે અને તેમનું લગ્ન જીવન હંમેશા ખુશહાલ રહેશે. અક્ષય તૃતિયા વિશે જાણીએ કેટલીક ખાસ વાતો: માતા મધુરા અને ભગવાન સુંદરેષાના થયા હતા લગ્ન કિંવદંતિઓમાં કહેવામાં આવ્યું છે કે આ દિવસે માતા મધુરા અને ભગવાન સુંદરેષા જે ભગવાન શિવનો અવતાર છે, તેમના લગ્ન થયા હતા. એટલા માટે દંપતિઓને આ દિવસે લગ્ન કરવાની સલાહ આપવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે આ દિવસે દેવતા કુબેરે માતા લક્ષ્મીની પૂજા કરી હતી અને તેમને અપાર ધનની પ્રાપ્તિ થઇ અને તે ધનના રાજા બની ગયા. એટલા માટે વૈવાહિક જીવનમાં બંધાઇ ગયેલા લોકોને સલાહ આપવામાં આવે છે કે તેમને આ દિવસે સોનું ખરીદી માતા લક્ષ્મીની પૂજા કરવી જોઇએ.