દેશનું સૌથી સસ્તું હોલસેલ કાપડ માર્કેટ, રુ.25માં ટીશર્ટ અને 50માં જીન્સ!

18 Jul, 2018

એવુ હોલસેલ માર્કેટ છે જ્યાંથી તમે તમારા માટેની પણ શોપિંગ કરી શકો છો અને તે પણ એટલા સસ્તામાં કે તમને નવાઈ જ લાગશે. 
અહીં તમને ટી શર્ટ રુ. 30માં અને શર્ટ રુ. 100ની અંદર મળી જશે. જ્યારે જીન્સ ફક્ત રૂ 50 માં મળી જશે. હા જોકે તમારે ગમે તે વસ્તુ 3થી 12ના સેટમાં ખરીદવી પડે છે.
 

 
દિલ્હીનું ગાંધીનગર હોલસેલ માર્કેટ જે સલીમપુર મેટ્રો સ્ટેશન નજીક આવેલ છે.
આ માર્કેટમાં કપડા અહીં બનાવવામાં પણ આવે છે તેમજ બીજી જગ્યાએ બનાવેલા કપડા અહીં વેચવામાં પણ આવે છે.’
 

 
તમે ત્રણ શર્ટ 140 રુપિયામાં લઈ શકો છો. એટલે કે એક શર્ટ તમને ફક્ત 46 રુપિયામા પડ્યો કહેવાય. સામાન્ય રીતે અહીં નાના બાળકોથી લઈને યવાનો માટે કપડા વધુ મળે છે. જોકે મોટા વ્યક્તિ માટે પણ સ્મોલ, મીડિયમ અને XL સાઇઝના કપડા મળી જશે જેની પ્રાઇઝ થોડી વધુ હોઈ શકે છે.