આ ફોટામાં હાજર બોલીવુડના ૪ મોટા સુપરસ્ટારને તમે ઓળખી નહીં શકો, શરત લગાવો...

09 Jul, 2018

દરેકનું નાનપણ સુહાનું હોય છે ભલે તે સામાન્ય માણસ હોય કે સુપરસ્ટાર. નાનપણના દિવસો હંમેશા યાદ રહે છે. નાનપણની યાદો તાજા કરવા માટે સૌથી સરળ ઉપાય છે નાનપણની તસવીરો જોવી. પોતાની નાનપણની તસવીરો લગભગ દરેકની પાસે હોય છે અને જયારે તે તેને જોવે છે તો પોતાના નાનપણમાં ખોવાઇ જાય છે. વાત કરે બોલીવુડની તો અહીં એકથી એક ચડિયાતા સુપરસ્ટાર હાજર છે. દરેક સુપરસ્ટારની પોતાની એક ફૈન ફોલોઇંગ હોય છે. તેના ફેન્સ પોતાના પસંદીગા સિતારાઓ વિશે બધુ જાણે છે. ફૈન્સમાં સિતારોની પર્સનલ લાઇફ વિશે જાણવા માટે ઉત્સુકતા બની રહે છે. તે તેના વિશે નાનીમાં નાની જાણકારી જાણવા ઇચ્છે છે. લોકોને આ જાણકારી સોશ્યલ મીડિયા, ઇન્ટરવ્યુ અને ઇન્ટરનેટ દ્વારા મળે છે.

 

 

ત્યાં ઘણા સ્ટાર એવા પણ છે જે ફેન્સ માટે પોતાના નાના મોટા સિક્રેટસ પોતે જ બતાવે છે. કેટલાક સિતારા તો પોતાની નાનપણની તસવીરો પણ સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરે છે. હવે તમે વિચારી રહયા હશો કે અમે અચાનક આ બધી વાત કેમ કરી રહયા છીએ ? જણાવી દઇએ કે હાલમાં જ દબંગ ખાન એટલે સલમાન ખાને સોશ્યલ મીડિયા પર પોતાના નાનપણની તસવીર શેયર કરી છે.

સલમાન ખાનની ફૈન ફોલોઇંગ ઘણી મોટી છે એવામાં તેના દ્વારા તસવીર શેયર કરવુ તેના ફેન્સને ખુશ કરે શકે છે. એમ, ઘણા લોકો જાણવા ઇચ્છતા હશે કે હીરો-હીરોઇન નાનપણમાં કેવા દેખાતા હતા, જણાવી દઇએ કે સલમાન ખાને જે તસવીર શેયર કરી છે તેમાં તે અકેલો નથી, તેની સાથે બીજા ત્રણ બાળકો છે.

 

 

આ તસવીરમાં સલમાન ખાન સામાન્ય બાળકની જેમ નજર આવી રહયો છે. આ તસવીરમાં સલમાન ખાન ઘણો કયુટ લાગી રહયો છે. માત્ર સલમાન ખાન નહીં પરંત્ુ તેની સાથે ઉભેલા બીજા બાળકો પણ ઘણા કયુટ લાગી રહયા છે. શું તમે ઓળખી શકો છો કે આમાં સલમાન ખાન કોણ છે અને જો સલમાન ખાનને ઓળખી લો કે બાકીના બાળકો કોણ છે ? તમારી નજર તેજ છે અને તમે સલમાન કે બોલીવુડના મોટા ફેન છો તે એક નજરમાં ઓળખી જાો. ઓળખી લીધા તો ઠીક છે અને જો ન ઓળખ્યા તો ચાલો અમે તમને જણાવી દઇએ.

 

 

હકીકતમાં ફોટામાં દેખાવા વાળા ૪ બાળકો બીજા કોઇ નહીં પરંતુ ખાન બ્રધર્સ છે. તસવીરમાં સૌથી પહેલા સલમાન ખાન ઉભો છે. ત્યારપછી તેનો ભાઇ અરબાઝ ખાન અને છેલ્લે સોહેલ ખાન છે. હવે તમે વિચારતા હશો કે સલમાન ખાન તો ૩ ભાઇ છે પછી ચોથું બાળક કોણ છે તમને જણાવી દઇએ કે તસવીરમાં ત્રીજા નંબર પર જે બાળક ઉઘો છે તે બીજું કોઇ નહીં પરંતુ સલમાન ખાનની બેન અલવીરા છે.

 

 

તસવીરો જોઇને કદાચ તમે અલવીરાને ઓળખી ન શકો પરંતુ જણાવી દઇએ કે તે પણ પોતાના ભાઇઓની જેમ ફિલ્મ પ્રોડકશનમાં જોડાયેલી છે. ફિલ્મોમાં કામ કર્યા પછી અરબાઝ અને સોહેલ પણ ફિલ્મ પ્રોડકશનમાં આવી ગયા. અલવીરા ફિલ્મ પ્રોડકશનનું એક મોટું નામ છે. પરંતુ આ વાતમાં કોઇ બે રાય નથી કે આ ચહેરલો આ તસવીરમાં લાજવાબ દેખાઇ રહયો છે.