જાણો સાયન્સ પ્રમાણે કયા નંબરનું બાળક સૌથી વધુ હોશિયાર હોય છે ?

01 Feb, 2018

 બર્થ ઓર્ડરનું પણ ઈન્ટેલિજન્સી પર અસર પડે છે. પહેલું બાળક પછી પેદા થતાં બાળકોથી વધુ સમજદાર અને હોશિયાર હોય છે. આ વાત ઘણી સ્ટડીઝમાં સાબિત થઈ ચૂકી છે. નેશનલ બ્યૂરો ઓફ ઈકોનોમિક રિસર્ચ NBER ની રિપોર્ટ પ્રમાણે ફર્સ્ટબોર્ન ચાઈલ્ડ સ્કૂલમાં તેના સિબલિંગથી આગળ હોય છે. સાથે જ આ સ્ટડીમાં જણાવવામાં આવ્યું છે કે ફર્સ્ટબોર્ન ચાઈલ્ડ ઈન્ટેલિજન્ટ હોવાની સાથે તેનું IQ લેવલ હાઈ હોય છે.

પેરેન્ટ્સનું અટેન્શન મળે છે
પહેલું બાળક વધારે હોશિયાર એટલે હોય છે કેમ કે તેને પેરેન્ટ્સનું પૂરું અટેન્શન મળે છે. તેની કેર પણ વધુ સારી રીતે થાય છે. આનાથી બાળકનું વિકાસ સારી રીતે થાય છે અને મગજ પણ હેલ્ધી રહે છે.
 
આ પણ છે કારણ
કેટલીક અન્ય થિયરી પ્રમાણે પહેલું બાળક આવ્યા બાદ પેરેન્ટ્સ તેને સાચવતાં-સાચવતાં કંટાળી જાય છે. જેના કારણે બીજા બાળકના ઉછેરમાં પેરેન્ટ્સ વધુ ધ્યાન આપતા નથી. આ કારણથી પણ બીજું પાછળ રહી જાય છે. 
 

 
અનુશાસન છે જરૂરી
V. Joseph Hotzની થિયરી પ્રમાણે પહેલાં બાળકને પેરેન્ટ્સ અનુશાસનમાં રહેવા માટે વધુ ફોર્સ કરે છે. જેથી તેના સક્સેસફુલ થવાના ચાન્સિસ વધી જાય છે. તમે મોટા ભાઈ-બહેનના મોઢેથી નાના ભાઈ-બહેનને કહેતા સાંભળ્યું જ હશે કે લોકોને બધી વસ્તુઓ સરળતાથી મળી જાય છે. તેમની પણ વધારે રોક ટોક લાગતી નથી. 
બીજું બાળક આવે તો તે આવું હોય
બીજું બાળક વધુ સોશિયલ, એક્સ્ટ્રોવર્ટ અને સેન્ટિમેન્ટલ હોય છે. તેઓ તેમના ભાઈ-બહેનથી વધુ ઓપન માઈન્ડેડ અને જલ્દી માફ કરી દેનાર હોય છે.