કિસ કરતી વખતે દરેક કપલે ધ્યાન રાખવા જેવી બાબતો

19 Feb, 2018

 વિશ્વવમાં કેટલાંક એવા લોકો હશે જે એવું સ્વીકારવા તૈયાર હોય છે કે તેમને કિસ કરતા નથી આવડતી. પણ જો આ લોકોને એવું પુછવામાં આવે કે કિસ કરતી વખતે કેવી ભૂલો કરો છો તેની પાસે ઢગલો સવાલના જવાબ મળશે. તેથી કિસ કરતી વખતે કેવી ભૂલો થાય છે તેના વિશે તો આજે અમે તમને જણાવીશું.

 
મોઢામાંથી દૂર્ગંધ :
 
ઘણા બધા લોકો એવા હોય છે જેમના મોઢામાંથી વાસ આવતી હોય છે તેના વિશે તે લોકોને ખબર પણ નથી હોતી. તેથી ઘણી વાપ પાર્ટનરને કિસ કરતી વખતે તે તમારાથી દૂર ભાગે છે અને આવી વ્યક્તિની પહેલી કિસ છેલ્લી બની જાય છે. તેથી આવા લોકોએ પોતાના પાર્ટનરને કિસ કરતા પહેલાં ચ્યુંગમ કે પછી માઉથવૉશનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ.
 
જીભને મોઢાની અંદર રાખવી :
ઘણા લોકો પોતાના પાર્ટનરને પહેલી વખત કિસ કરતા આવી ભૂલ કરી બેસે છે. તે લોકો ભૂલથી ફ્રેંચ કિસ કરવાની જગ્યાએ પોતાની જીભ પાર્ટનરના મોઢામાં આમતેમ ફેરવ્યા કરે છે જે ખરેખર મોટી ભૂલ છે. આવું કરવાથી પાર્ટનર નથી ગમતું. તેથી પોતાની જાત પર નિયત્રંણ રાખવું અને બને ત્યાં સુધીં આવી જીભને પોતાના મોઢાની અંદર રાખો.
 
બોડીને ટટ્ટાર ના રાખવું :
પહેલી વાર કિસ કરવાનો અનુભવ સારો હોય તે જરૂરી નથી. ક્યારેક આપણું શરીર જકડાઈ જાય છે તેથી બોડી રિએક્શન ન આપે. તમને જણાવી દઈએ કે સીધા ઉભા રહેવાથી તમારા પાર્ટનરને કિસ કરવાનું પસંદ નહીં કરે.
 
આ રીતે રાખવા હાથ :
મોટાભાગના લોકોને એ ખબર નથી હોતી કે કિસ કરતી વખતે હાથ ક્યા રાખવો જોઈએ. પશનેટ કિસ દરમિયાન પોતાના હાથ ક્યાં રાખવા તે બાબતે મોટા ભાગના લોકો મુંજવણમાં હોય. અમુક લોકો ક્યારેક કિસ કરતી વખતે પાર્ટનરને ટાઈટ પકડી રાખતા હોય છે, તો આ યોગ્ય રીત નથી. જેવી સહજતાથી તમે નાના બાળકને પકડતા હોવ તેવી જ સહજતાથી કિસ કરતી વખતે તમારા પાર્ટનરને પકડો. પછી ઇચ્છો તો તમારા હાથ પાર્ટનરની ડોક પાછળ રાખી શકો છે.
 
એકબીજાનાં દાંત વચ્ચે ના આવવા જોઈએ :
ક્યારેક એવું થતું હોય છે કે તમે કિસ કરતા હોયને અચાનક ભયાનક અવાજ આવે ત્યારે ખબર પડે કે તમારા તથા પાર્ટનરના દાત એકબીજા સાથે સાથે અથડાયા હતા, ત્યારે અમુક લોકો આ વાતને ઈગ્નોર કરતા હોય છે પરંતુ અમુક લોકો એવાં પણ હોય છે કે જે આ વાતને ગંભીરતાથી લેતા હોય છે.