વોટ્સએપમાં આવશે નવું ફિચર, હવે સ્ટિકર્સ પણ મોકલી શકાશે

26 Jun, 2018

વોશિંગ્ટન: તાજેતરમાં ફેસબુકે પોતાના એફ-૮ ડેવલપરની કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે વોટ્સએપમાં જલદીથી ગ્રૂપ કોલિંગની સિવાય સ્ટિકર્સ મોકલવાની સુવિધા મળશે. હવે વોટ્સએપના બિટા વર્ઝન ૨.૧૮.૧૮૯ પર આ ફીચર જોવા મળ્યું છે, જોકે આ ફીચર હાલ ટેસ્ટિંગ મોડમાં છે.

આ ફીચરનું ટેસ્ટિંગ વોટ્સએપની એન્ડ્રોઈડ એપ ૨.૧૮.૧૨૦ વર્ઝન પર શરૂ થયું છે. ડેવલપમેન્ટના કારણે આ ફીચર ડિફોલ્ટમાં ડિસેબલ છે અને આગામી રિલીઝમાં તેણે ઈનેબલ કરવામાં આવશે. અહેવાલમાં વધુમાં જણાવ્યા અનુસાર જ્યારે પણ આ ફીચર ઈનેબલ થશે ત્યારે સ્ટિકર્સ બટનને જિપ બટનના સ્થાને જગ્યા મળશે.

આ સ્ટિકર્સ મેસેન્જરની જેમ પેક્સમાં આવશે અને તેને ડાઉનલોડ કરવા માટે તમારા ડેટાની જરૂર પડશે. તેણે તમારે માત્ર એક વખત આ સ્ટિકર્સ પેકને ડાઉનલોડ કરવાનું રહેશે, જેને રિએક્શનના આધાર પર ચાર કેટેગરીમાં વહેંચવામાં આવ્યા છે.