વોટસએપમાં ગુડ મોર્નિંગ અને ગુડ નાઇટવાળા મેસેજથી કંટાળ્યા છો ? આવી રીતે મળશે છુટકારો...

26 Jun, 2018

 જે લોકો પોતાના સ્માર્ટફોનમાં WhatsAppનો ઉપયોગ કરે છે તેમણે ખબર છે કે દરરોજ ન જાણે કેટલા લોકોના વીડિયો અને પિક્ચર મેસેજ આવે છે જે આપણને પરેશાન કરતા હોય છે. તમને જણાવી દઈએ કે, હવે વોટ્સએપ પર તમને આવા મેસેજથી છૂટકારો મળવાનો છે. તમને જણાવીએ કે WhatsApp એન્ડ્રોઈડ પર મીડિયા વિજિબિલિટી ફીચર આવી ગયું છે, જેણે તમે કોઈ ખાસ ચેટ માટે શરૂ કરી શકે છે.


આ ફીચરનો ઉપયોગ કરી તમે કોઈ વીડિયો કે ફોટાને તમારી ગેલેરીમાં જતા રોકી શકો છો. આ ફીચર કોઈ પણ ચેટ માટે શરૂ કરવામાં આવી શકે છે અને આ રીતે તમે એવા લોકોના ચેટ પર અકુંશ લગાવી શકો છો જે સવારથી લઈને સાંજ સુધી તમને વીડિયો અને પિક્ચર મોકલતા રહે છે. જો તમે પણ આ ફીચરનો લાભ લેવા માંગતા હોય તો તમારા WhatsAppનું બીટા વર્ઝન 2.18.194 હોવું આવશ્યક છે.


 

તમારે યાદ રાખવું પડશે કે મીડિયા વિજિબિલિટી કોન્ટેક્ટ અને ગ્રુપને લઈને પહેલાથી બાય ડિફોલ્ટ ઓન રહેશે. એક રિપોર્ટ પ્રમાણે, મીડિયા વિજિબિલિટી ફીચર આવ્યા બાદ હવે વોટ્સએપ પર તમને વીડિયો મેસેજ અને અણગમતા ફોટોથી પરેશાન રહેવાની જરૂર છે કારણ કે આ ફીચરને ઓન કર્યા પછી તમે સેલેક્ટ કરેલી ચેટનો એક પણ વીડિયો કે પિક્ચર ગેલેરીમાં નહીં જઈ શકે.

અત્યાર સુધી તમે WhatsAppમાં જે પણ વીડિયો આવે છે તે સીધો તમારી ગેલેરીમાં સેવ થતા હોય છે અને તેની તમને થોડા સમય પછી ખબર પડે છે. તમને જણાવી દઈએ કે, આ ફીચર તે લોકો માટે ખુબ મહત્વના કામનું છે જેના સ્માર્ટફોનમાં સ્પેસ ઓછો હોય છે. આવા લોકો પોતાની એપમાં આ ફીચરને પસંદ કરી શકે છે.