ગર્લ્સમાં શરૂ થયો નવો અને વિચિત્ર સેક્સ ટ્રેન્ડ ‘પીગેઝ્મ’, જાણો શું છે આ ટ્રેન્ડ

14 Jul, 2018

 હાલમાં એક નવો અને ખૂબ વિચિત્ર સેક્સ ટ્રેન્ડ ગર્લ્સમાં જોવા મળી રહ્યો છે. આ સેક્સ ટ્રેન્ડનું નામ ‘પીગેઝ્મ’ છે. આ સેક્સ ટ્રેન્ડ અપનાવનારી ગર્લ્સનું કહેવું છે જ્યારે તેઓ લાંબા સમય સુધી યુરીનને શરીરમાં રોકી રાખ્યા બાદ યુરીન પાસ કરે છે ત્યારે તેમને શરીરમાં એક પ્રકારનો ઓર્ગેઝ્મ ફીલ થાય છે અને તેને ‘પીગેઝ્મ’ નામ આપવામાં આવ્યું છે.

એક યુવકને તેની ગર્લફ્રેન્ડે કહ્યું કે, જ્યારે તે લાંબા સમય સુધી યુરીનને શરીરમાં રોક્યા બાદ યુરીન પાસ કરે છે ત્યારે તેને આખા શરીમાં ઉત્તેજના અનુભવાય છે. આ વાત જાણ્યા બાદ યુવકે ઓનલાઈન ફોરમ દ્વારા ઘણા લોકોને આ સવાલ પૂછ્યો કે શું તેઓ પણ પીગૈઝ્મ ટ્રાય કરે છે, તો તેના પર ઘણી મહિલાઓએ કહ્યું કે આ ટેકનિક દ્વારા ‘ફુલ બોડી મસાજ’ જેવી ફીલિંગ આવે છે.


આ ટેકનિકના નુકસાન વિશે વાત કરતા ડોક્ટરોનું કહેવું છે કે આ ટ્રેન્ડ ખુબ જ હાનિકારક છે અને તેનાથી યૂરિનરી ઈંફેક્શનનો ભય રહે છે, જેનાથી વ્યક્તિની કિડની પણ ડેમેજ થઈ શકે છે. જ્યારે તમે લાંબા સમય સુધી યુરીન પાય નથી કરતા તો બ્લેડર જરૂર કરતા વધારે ભરી જાય છે, જે બાદ પેલ્વિસ નર્વસમાં ઉત્તેજના અનુભવાય છે અને આ બાદ જ્યારે યુરીન પાસ થાય છે ત્યારે સમગ્ર બોડીમાં ઓર્ગેઝમ જેવી ફીલિંગ આવે છે.

ડોક્ટર્સ આ વિશે ચેતવણી આપતા કહે છે કે પીગેઝ્મ ત્યારે જ અનુભવાય જ્યારે બ્લેડરમાં યુરીન સામાન્યથી વધારે સમય સુધી ભરાઈ રહે અને એમ થવા પર ઈંફેક્શનનો ભય રહે છે. એમ પણ મહિલાઓ પુરુષોની તુલનામાં સિસ્ટિસિસનો શિકાર વધુ થાય છે, આથી આ પ્રકારના વિચિત્ર એક્ટને મહિલા અને પુરુષો બંનેમાંથી કોઈએ ન અપનાવવો જોઈએ. ડોક્ટરોનું કહેવું છે કે ઓર્ગેઝમ અને સેલ્ફ પ્લેઝર મેળવવા માટે ઘણી અન્ય રીતો છે, જેમાં કોઈ ખતરો નથી.