સ્ત્રીને સુખ આપનારા આ 2 સુત્રોને અપનાવો, ધનલક્ષ્મીની થશે વર્ષા!

07 Jul, 2018

 હિન્દૂ ધર્મમાં કોઈપણ સ્ત્રીનું સન્માન અને સેવાને ખાસ જીવન મૂલ્ય બતાવવામાં આવ્યું છે. ધર્મ પરંપરાઓમાં દેવીના કેટલાક રૂપ હોય કે પછી સાંસારિક દ્રષ્ટિએ માતાથી શરૂ થઈને બહેન સહિત સ્ત્રીના અલગ-અલગ રૂપોમાં સંબંધો, વ્યક્તિ માટે ઉંમરભર માટે સ્ત્રીનું મહત્વ ઉજાગર કરીને તેની ગરિમાને કાયમ ટકાવી રાખવાનો જુસ્સો પેદા કરે છે.

ખાસ કરીને ગૃહસ્થીનું તો કેન્દ્ર જ સ્ત્રી માનવામાં આવે છે. દેવી-દેવતાઓના સ્મરણ જેમ કે રાધા- કૃષ્ણ અથવા સીતા-રામમાં પહેલાં દેવીના નામને બોલવું પણ પુરૂષના જીવનમાં સ્ત્રીનું સન્માન અને તેનાથી જોડાયેલી સંબંધોની ગરિમાનો સંદેશ પાઠવે છે.
 

 
આ જ કડીમાં હિન્દુ ધર્મશાસ્ત્રોમાં બતાવેલા 2 એવા સૂત્ર દરેક વ્યક્તિ અને ખાસ કરીને પુરૂષ માટે અપનાવવા જરૂ છે જેનાથી ન માત્ર સ્ત્રી અને ઘરને નુકસાનથી બચાવી શકાય છે પરંતુ આ બે વાતો પર જ પુરૂષનું સુખ નિર્ભર કરે છે.
 
હિન્દૂ ધર્મશાસ્ત્રમાં લખેલું છે કે-
 
शोचन्ति  जामयो  यत्र विनश्यत्याशु तत्कुलम्।
न  शोचन्ति  तु  यत्रैता   वर्धते   तद्धि सर्वदा।

Loading...


 
એટલે કે કુલ કે ઘરમાં નારી દુખી રહેતી હોય, તે ઘર બહુ જલ્દી બર્બાદ થઈ જાય છે. જ્યાં સ્ત્રી ખુશ રહે છે તે ઘર ફલેફુલે છે.
 
સ્પષ્ટ છે કે ગહસ્થ જીવનને સ્ત્રી-પુરૂષના તાલમેલથી જ સુખદ બનાવી શકાય છે. જેથી જરૂરી છે કે જે રીતે કોઈપણ પુરૂષ સ્ત્રીથી સંબંધમાં નિષ્ઠા અને સમર્પણ ઈચ્છે છે તે જ રીતે તેનો વ્યવહાર પણ સ્ત્રી સાથે સન્માન, સંવેદના અને ભાવનાઓથી ભરેલું હોવું જોઈએ.
 
અથર્વવેદ કહે છે કે-
 
यत्र   नार्यस्तु   पूज्यन्ते रमन्ते  तत्र देवता:।
यत्रैतास्तु  न  पूज्यन्ते सर्वास्तत्राफला: क्रिया:।।
 
એટલે કે જ્યાં સ્ત્રીની પૂજા, સન્માન અને સેવા કરવામાં આવે છે, ત્યાં સ્વયં ભગવાન વાસ કરે છે. જ્યાં એવું નથી હોતું ત્યાં બધાં કાર્ય બગડી જાય છે.
 
ગૃહસ્થી માટે તો આ વાત બહુ મહત્વ ધરાવે છે. કારણે કે વારંવાર પુરૂષ સ્ત્રીને ઠેસ પહોંચાડે કે અપમાન કરે તો તેનાથી થયેલો ક્લેશ અન્ય પરિવારજનો અને સંતાનો પર પણ ખરાબ અસર પાડે છે. આવી સ્થિતિ પારિવારિક વાતાવરણ બગાડીને નિષ્ફળતા અનેરોગોનું કારણ બને છે. જેથી પુરૂષે સ્ત્રી સાથે એવો સુખદ વ્યવહાર કરવો જોઈએ, જેથી સ્ત્રીની મદદથી એવા સંસ્કાર અને જીવન મૂલ્યો સંતાનો સુધી પહોંચે અને પીઢીઓ ખુશહાલ રહે.

 

Loading...