દરેક ભારતીયએ જોવું જોઇએ ઇન્ડિયન ટીમને સમર્પિત આ સોંગ

23 Feb, 2015

ક્રિકેટનો મહાકુંભની શરૂઆત થઇ ગઇ છે. ભારત ઉપરાંત સમગ્ર વિશ્વમાં આઇસીસી ક્રિકેટ વર્લ્ડકપ 2015ને લઇને અનેરો ઉત્સાહ છે. ગત વિશ્વકપ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમને દેશના લોકો અનોખી રીતે સમર્થન આપી રહ્યા છે. કોઇ હવન-પૂજા કરી રહ્યું છે, તો કોઇ રેતીના ઢગલામાં ભારતનો નકશો બનાવી રહ્યું છે, તો કોઇ પેઇન્ટિંગ કરી રહ્યું છે, તો કોઇ પોતાના સૂરોથી ટીમ ઇન્ડિયામાં જોશ ભરી રહ્યું છે.

 

આવી જ રીતે ભારતીય ટીમને બેકઅપ પૂરુ પાડવા માટે એક વીડિયો સોંગ તૈયાર કરવામાં આવ્યો છે. જેમાં ભારતીય ટીમને પ્રસ્તુત કરવામાં આવી છે, અને તેમનામાં જોમ ભરી ફરીથી વિશ્વકપ પોતાના નામે કરવાની પોતાની ઇચ્છા વ્યક્ત કરી રહ્યા છે. આવો જોઇએ ઇન્ડિયન ટીમને ડેડિકેટ કરવામાં આવેલું આ 'ફીર સે...' સોંગ, જેમાં અવાજ છે દિવ્યા કુમારનો અને તેને કંપોઝ કર્યું છે એમએમ કરીમે.

 

આ વીડિયો સોંગ દરેક ભારતીયએ જોવું રહ્યું....

Loading...

Loading...