તમે તંદુરસ્ત રહેવા માગો છો ? તો થોડું ચાલવાનું રાખો

28 Jun, 2018

તમે તંદુરસ્ત રહેવા માગો છો, પરંતુ જીમમાં કલાકો રહી પરસેવો પાડવા નથી માગતા તો, થોડાં સમય માટે થોડું ચાલવાનું રાખો. હકીકતમાં તમારૂ જીવન સ્વસ્થ્ય રહેશે. સાથે તમારી ઉંમર પણ લાંબી થશે. અમેરિકાની પેન્સિલ્વેનિયા યુનિવર્સિટીમાં કરવામાં આવેલા એક સંશોધનના મુખ્ય રિસર્ચર એજરા ફિશમેને જણાવ્યું છે કે, લાંબી ઉંમર માટે વધારે સમય પરસેવો પાડવાની જરૂરત નથી, માત્ર થોડું ચાલવાથી પણ તમે તંદુરસ્ત રહી શકો છો.

 

વૈજ્ઞાનિકોએ 50-70 વર્ષની ઉંમરના ત્રણ હજાર લોકો પર અભ્યાસ કર્યો, તો ખબર પડી કે, સૌથી વધારે સક્રિય અને મધ્યમરૂપથી સક્રિય રહેતા વ્યક્તિઓની તુલનામાં ગતિહિન રહેતા વ્યક્તિઓના અભ્યાસ દરમિયાન પાંચ ટકા વધારે મરવાની આશંકા રહી હતી. આ શોધ માટે જે વ્યક્તિઓ પર અભ્યાસ કરવામાં આવ્યો. તેમને અલ્ટ્રા સેંસેટીવ પહેરાવવામાં આવ્યું, જેને એક્સીલેરેમિટર્સ પણ કહેવામાં આવે છે. યુઝર્સ સેંટર ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન દ્વારા સાત દિવસ સુધી ઉત્પાદન ડેટા સંકલિત કરવામાં આવ્યો. મૃત્યુદરને જાણવા માટે એજન્સીએ આ લોકો પર અગામી આંઠ વર્ષ સુધી નજર રાખી.

ફિશમેને જણાવ્યું કે, કોઈ વ્યક્તિ જેટલો સમય કસરત કરે છે, તેટલો સમય જો તે ચાલે તો તે વધારે સમય જીવિત રહી શકે છે. તેનો મતલબ છે કે, એક જ સરખા સમયમાં કસરત કરતા ચાલવાથી વધારે ફાયદો થાય છે. ફિશમેનના કહેવા અનુસાર, વધુ ચાલતો વ્યક્તિ, કપડા ધોતો વ્યક્તિ, એટલે કે મહેનત કરતો વ્યક્તિ આળસુ બેઠાળુ જીવન જીવતા વ્યક્તિ કરતા વધારે લાંબુ જીવી શકે છે. દિવસમાં 30 મિનિટની શારીરિક મહેનત પણ ઘણું સારૂ પરિણામ આપી શકે છે.