વર્જિનીટી જાણવાની આ પરંપરા એકદમ અજીબ અને અપમાનજનક છે, તમે જાતે જોઇ લો

10 Sep, 2018

 આપણે ર૧મી સદીમાં આવી ગયા અને દુનિયા તેને વારંવાર સેલિબ્રેટ પણ કરે છે. જો કે દુનિયાના ઘણા વિસ્તાર હજુ પણ એવા છે જયાં પરંપરાઓના નામ પર યુવતીઓની વર્જિનીટી જાણવાની પરંપરા છે.

વર્જિનીટી કે કૌમાર્યના આધાર પર કોઇના ચરિત્રને જાણવાની પરંપરા એકદમ ખરાબ માનસિકતાનું પરિચય છે. આ મુદા પર અખબારોમાં બુદ્ધિજીવીઓએ લગાત્તાર લખ્યું છે. જયાં સુધી ઇન્ટરનેટની વાત છે તો એકવાર ગુગલ સર્ચ કરવા પર તમને સર્ચ કરવા પર તમને સૈંકડો એવા આલેખ મળી જશે જે યુવતીઓમાં વર્જિનીટી જાણવાની પરંપરાઓનો વિરોધ કરે છે.
 

વૈશ્ર્વિક સમાજમાં કૌમાર્યને લઇને તમામ ધારણાઓ હાજર છે. અલગ અલગ જગ્યાઓ પર આજે પણ યુવતીઓને પોતાના ચરિત્રનું પ્રમાણપત્ર દેવુ પડે છે. આજે અમે આ લેખના માધ્યમથી આ અપમાનજનક પંરપરા વિશે જણાવવાની કોશિષ કરીશું.


આંખોને તપાસીને જાણે છે વર્જિનીટી

દક્ષિણ આફ્રિકાના એક સમુદાય યુવતીની આંખોમાં જોઇને તેના વર્જિન હોવું કે ન હોવાની ખબર લગાવે છે. યુવતીની આંખોમાં કથિત રીતે માસુમિયત જોવામાં આવે છે. ત્યાં ઘણા સમુદાયમાં સ્તન દ્વારા વર્જિનીટી ચેક કરવામાં આવે છે.


પાણીથી તપાસે છે પવિત્રતા

આપણા દેશમાં હાજર ઘણા સમુદાયમાં મહિલાના ચરિત્રને તપાસવા અજીબ રીવાજ છે. આ રિવાજ હેઠળ જયાં સુધી કોઇ સૌ ડગલા ચાલે છે ત્યાં સુધી મહિલાને શ્ર્વાસ રોકીને પાણીની અંદર રહેવાનું હોય. સફળ થવા પર મહિલાને પવિત્ર માની લેવામાં આવે છે.


સફેદ ચાદર અને ચરિત્ર

ઘણા સ્થાનો પર સુહાગરાતના અવસર પર યુગલને પથારીમાં સફેદ ચાદર પાથરવાનો રીવાજ છે. આગલી સવારે પરિવારના લોકો તે ચાદર પર લોહીના નિશાન શોધે છે અને તેને રૂમની બહાર હાજર લોકોને બતાડવામાં આવે છે. ચાદર પર લોહીના ડાધા મળવા પર યુવતીને વર્જિન માની લેવામાં આવે છે.


વર્જિનીટીની નિલામી

દેશના ઘણા વિસ્તારોમાં યુવતીને જવાન થવા પર તેના કોમાર્યની નિલામી થાય છે. સૌથી વધારે બોલી લગાડનારને યુવતી મળી જાય છે.


વર્જિનીટી ટેસ્ટ કરવાની સૌથી ખરાબ રીત

દુનિયામાં ઘણા સમુદાયમાં યુવતીની યોનિમાં બે આંગળીઓ નાખીને તેની વર્જિનીટીનું અનુમાન લગાડવામાં આવે છે. તેમાં નાપાસ થવા પર યુવતીને પોતાના પાર્ટનરનું નામ બતાવવાનું હોય છે. આવું યુવતીની લગ્નની પહેલા કરવામાં આવે છે. જો યુવતી આ ટેસ્ટમાં નાપાસ થઇ તો યુવતીના સાસરીયાવાળાઓએ પૈસા આપવા પડે છે.

હવે વાત જુના જમાનાની

પ્રાચીન રોમમાં યુવતીઓને ત્રીસ વર્ષની ઉંમર સુધી પોતાની વર્જિનીટીને બચાવીને રાખવાનું હોય છે. જો એ પહેલા તે પોતાની વર્જિનીટી ખોઇ દે છે ત્યારે તેને જીવતી દફનાવી દેવામાં આવે છે.


એટલું તો નકકી છે કે વર્જિનીટીના આધાર પર કોઇ મહિલાને ચરિત્રનું આકલન એકદમ અપમાનજનક છે. મહિલા સશકિતકરણના આ સમયમાં આ પ્રથાઓને મુળથી ઉખાડી ફેંકવાની જરૂર છે.