પ્રિયાના ફોટા વાયરલ થવાથી પરેશાન થઇ ગયો પરિવાર, મોકલી દીધી હોસ્ટેલમાં : જાણો કારણ...

13 Feb, 2018

 રાતોરાત ઇન્ટરનેટ સેન્સેશન બની ગયેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશ વારિયર પોતાના જ ક વિડિયો ક્લિપના કારણે દુનિયાભરમાં છવાઇ ગઇ છે. વેલેન્ટાઇન વીકમાં વાયરલ થયેલા તેના શાનદાર એક્સપ્રેશન વાળા વિડિયોના કારણે આ એક્ટ્રેસ દુનિયાની ત્રીજી સૌથી પોપ્યુલર ઇન્સ્ટાગ્રામ સેલિબ્રિટી બની ગઇ છે. પરંતુ આ એક્ટ્રેસને મળી રહેલા ફેમથી તેમનો પરિવાર ખુશ નથી. એક્ટ્રેસ પ્રિયાની માતાએ તેની દિકરીને દુનિયાભરમાં મળી રહેલા આ ફેમ અંગે મૌન તોડ્યું છે. એક અહેવાલ અનુસાર પ્રિયા પ્રકાશની માતા પ્રીથાએ જાણકારી આપ છે કે પ્રિયાને હૉસ્ટેલ મોકલી દેવામાં આવી છે.

જ્યારે પ્રીથાને પૂછવામાં આવ્યુંમ કે તેમણે શા માટે પ્રિયાને હૉસ્ટેલ મોકલી દીધી? તો તેમણે કહ્યું કે પ્રિયાને અચાનક મળી રહેલી પોપ્યુલારીટીથી તે પરેશાન છે. તેમણે જણાવ્યું કે ડાયરેક્ટરે પ્રિયાને ફિલ્મ રિલિઝ થયા પહેલા ઇન્ટરવ્યુ આપવાથી ઇનકાર કરી દીધો છે. પ્રીથાએ જણાવ્યું કે ડાયરેકટરનું કહેવું છે કે પ્રિયા ત્યાં સુધી કોઇ ઇન્ટરવ્યુ ન આપી શકે જ્યાં સુધી તેની ફિલ્મ રિલિઝ ન થાય. ફિલ્મનું શુટિંગ તાજેતરમાં જ શરૂ થયુ છે. તેથી અમે પ્રિયાને હૉસ્ટેલ મોકલી દીધી છે.

પ્રિયાની માતાએ વધુમાં જણાવ્યું કે તેમને આ વાતનો બિલકુલ અંદાજ ન હતો કે આવું કંઇ પણ થઇ શકે છે. પ્રીથાએ જણાવ્યું કે અમે પ્રિયાની એક્ટિંગની ઇચ્છાને પગલે તેને એક ઑડિશનમાં લઇ ગયાં હતાં. ગત વર્ષે જ્યારે અમે પ્રિયાને ઑડિશનમાં લઇ ગયાં હતાં ત્યારે તે ધોરણ-12માં અભ્યાસ કરતી હતી. આ ઑડિશનમાં પણ પ્રિયાનું સિલેક્શન થઇ ગયું હતું. પરંતુ બોર્ડની પરીક્ષાના કારણે તે શુટિંગમાં ગઇ ન હતી. તે પછી ફિલ્મ મેકર્સે પોતે જ તેને આગામી ફિલ્મ માટેની કાસ્ટિંગ માટે તૈયાર રહેવા કહ્યું હતું.

 

ઉલ્લેખનીય છે કે એક જ દિવસમાં ઇન્સ્ટાગ્રામ પર પ્રિયાના 6 લાખ ફૉલોઅર્સ થઇ ગયાં હતાં. ઇન્સ્ટા પર આટલી ફેન ફોલોઇંગે પ્રિયાને દુનિયાની ત્રીજી સૌથી પોપ્યુલર ઇન્સ્ટા સેલેબ બની ગઇ છે.