પ્લેનના ACમાં અંડરગાર્મેન્ટ સુકવી રહી હતી મહિલા, વીડિયો વાયરલ

22 Feb, 2018

 ઇન્ટરનેટ પર કયારે શું વાયરલ થઇ જાય કંઇ ભરોસો નથી. એકવાર ફરી આકાશમાં ફલાઇટની એક અજીબ ઘટના વાયરલ થઇ રહી છે. જેમાં એક મહિલા એસી વેંટથી પોતાના અંડરગાર્મેન્ટ સુકવી દેખાઇ રહી છે. આખી ઘટનાનો વીડિયો તેજીથી વાયરલ થઇ રહયો છે.

વીડિયો યુરલ એરલાઇન્સની તુર્કીની અંતલ્યાથી મોસ્કો(રૂસ)ની ફલાઇટનો કહેવામાં આવી રહયો છે. વીડિયો ૧૪ ફ્રેબુઆરીનો છે. જેને થોડેક દુર બેઠેલા એક પેસેન્જરે પોતાના ફોનમાં રેકોર્ડ કર્યો હતો. 
રૂસની સ્થાનીય વેબસાઇટ મુજબ લોકોએ મહિલાને આવુ કરતા જોઇ તો પણ કોઇએ તેને રોકી નહીં. એક રૂબરૂ બનાવ જોેયેલા શખ્સના જણાવ્યાનુસાર, લોકો આ જોઇને હેરાન હતા, પરંતુ કોઇ કંઇ બોલતું નથી. મહિલાને આ બાબતે કોઇ ફર્ક ન હતો પડતો કે લોકો શું વિચારશે, લગભગ ર૦ મિનિટ સુધી તે પોતાનું અંડરગાર્મેન્ટસ સુકવતી રહી.