ઘરે કેવી રીતે બનાવશો વેજિટેબલ હોટ્ડોગ જાણીલો રેશીપી

08 Aug, 2018

 સામગ્રીઃ

1 ટી.સ્પૂન તેલ

1 સમારેલો કાંદો

4 લસણની કળી

1 સમારેલું કેપ્સિકમ

1 સમારેલું ગાજર

½ કપ સમારેલી ફણસી

1 સમારેલું ટામેટું

3 સમાંરેલા લીલાં મરચાં

મીઠું સ્વાદ પ્રમાણે

1 ટી.સ્પૂન લાલ મરચું પાવડર

½ કપ સમારેલી કોથમીર

1 ટી.સ્પૂન ઓરેગાનો

½ લીંબુનો રસ

½ કપ બાફીને ક્રશ કરેલા રાજમા

1 બાફેલીને મેશ કરેલું બટાકું

4 ટે.સ્પૂન છીણેલું ચીઝ

1 કપ બ્રેડ ક્રમ્સ

ડીપ બનાવવા માટેઃ

3 ટે.સ્પૂન મેયોનીઝ

2 ટી.સ્પૂન સમારેલા કાંદા, કેપ્સિકમ, કોબીજ, લેસેરી અને કોથમીર

મીઠું સ્વાદ પ્રમાણે

ચપટી મરી પાવડર અને ઓરેગાનો
 


બનાવવાની રીતઃ

એક પેનમાં તેલ લઈ તેમાં કાંદો, ગાજર, કેપ્સિકમ, ફણસી, ટામેટા, લીલા મરચાં અને મીઠું નાખી 4 મિનિટ સુધી થવા દો. શાકભાજી અધકચરા થઈ જાય પછી તેમાં લાલ મરચું પાવડર, ઓરેગાનો, કોથમીર અને લીંબુનો રસ નાખી સરખી રીતે હલાવીને મિક્સ કરી લો. આ મિશ્રણનું બધું પાણી બળી જાય ત્યાં સુધી થવા દો. પછી તેને ગેસ પરથી ઉતારી ઠંડુ કરવા મૂકો. ત્યાં સુધીમાં એક બાઉલમાં ડીપ બનાવવા માટેની બધી સામગ્રી ભેગી કરી સરખી રીતે મિક્સ કરી તેને ફ્રીઝમાં ઠંડુ કરવા મૂકો.હવે તૈયાર મિશ્રણના લાંબા ગોળાકાર શેપ આપી બ્રેડક્રમ્સમાં રગદોળી સેલો ફ્રાય કરી દો. છેલ્લે હોટ ડોગ બનમાં તૈયાર ડીપ લાગીવ આ પેટીસ મૂકી ઉપરથી ચીઝ ભભરાવી સર્વ કરો.