તુલસીના એક પાનને રાખો તમારા પર્સમાં અને થઇ જાવ માલામાલ

28 Jul, 2018

 વાસ્તુશાસ્ત્રમાં કેટલાક ઉપાયો એવા જણાવવામાં આવ્યા છે જેને જીવનમાં ઉતારવામાં આવે તો તે વ્યક્તિને સુખ-સંપત્તિની પ્રાપ્તિ થાય છે.આવો આજે તુલસીના પવિત્ર છોડના એક પાનના મહત્વ વિશે કેટલીક જાણકારી આપવામાં આવે છે.


તુલસીના પાનને મંગળવાર,સોમવાર અને ગુરૂવારે તોડવાથી નુકસાન થવાની સંભાવના વધી જાય છે.આપને જણાવી દઇએ કે બુધવાર,શુક્રવાર અને શનિવારના રોજ તુલસીના પાનને તોડીને તમારા પર્સમાં રાખવાથી સુખ-સંપત્તિમાં વધારો થાય છે.પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રહે કે જે પર્સમાં તુલસીનું પાન રાખવાનું વિચારતા હોવ તેનો કલર કાળો હોવો જરૂરી છે.

વહેલી સવારે ઉઠીને દૈનિક કાર્ય પુર્ણ કરીને ભગવાનના નામનું 108 વાર સ્મરણ કરીને તુલસીના પાનને તોડીને જે ખાનામાં તમે પૈસા રાખતા હોવ તેમાં આ તુલસીના પાનને રાખવું.ઉલ્લેખનીય છે કે તુલસીનું પાન હાથમાં રાખી મુઠ્ઠી બંધ રાખવી અને રામનામનું સ્મરણ 11,21 અથવા 108 જાપ કરવાથી ફાયદો થાય છે.આ કાર્ય કરતી વખતે તમને છીંક આવે કે માછલી કે ગરોળી જોવા મળે તો તેને શુભકારી માનવામાં આવે છે.આ પાનને નોટની વચ્ચે રાખો અને થોડા દિવસ પછી જુઓ શું થાય છે કમાલ......