વલસાડ લવજેહાદ : પરિણીતાને ભગાડનાર હાઇ પ્રોફાઇલ લાઇફ જીવતો સલમાન બે રૂમના ઘરમાં જ રહે છે

27 Mar, 2018

 વલસાડની પરિણિતાને ભગાડી જવાનો મામલે તપાસનો રેલો મુંબઈ પહોંચ્યો હતો.  સૂત્રો અનુસાર પોલીસે બાકી રૂપિયા પણ રીક્વર કર્યા છે. પરણિતાને ભગાડી જવાના કેસમાં આરોપી સલમાન પહેલેથી તે શું વ્યવસાય કરે છે. તેને લઈને પોલીસના શંકાના દાયરામાં હતો. સામાન્ય ઘરમાંથી આવતા સલમાને 13 વિદેશ પ્રવાસ કેવી રીતે કર્યા ? તેને લઈને અનેક ખુલાસા કર્યા છે. આરોપી સલમાનને લઈને અનેક ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે.

 સલમાન શેખની વાસ્તવિકતા તેના ફેસબૂક પ્રોફાઈલથી કંઈક અલગ જ છે. સલમાન નાનકડા ઘરમાં રહે છે. અને તેના પિતા બાળકીઓના ફ્રોક વેચવાનો ધંધો કરતા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે.

વાપીની કચ્છી પરિણીતા અને વિધર્મી યુવક સલમાન શેખ મુંબઈ એરપોર્ટથી દુબઈ ભાગે તે પહેલાં પકડાઈ ગયા હતા. ત્યારબાદ પરિણીતાના પતિએ 98 લાખ રૂપિયાની ચોરીની ફરિયાદ આધારે પરિણીતા અને વિધર્મી યુવકની ધરપકડી કરી હતી. અને વિધર્મી યુવકના રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. જેમાં મુંબઈ જઈને વલસાડ પોલીસ દ્વારા તપાસ કરવામાં આવી હતી. ત્યારબાદ વલસાડ પોલીસ યુવકને લઈને પરત ફરી છે. પોલીસે મુંબઈમાં સલમાનના ઘરેથી બે લાખ રૂપિયાની રિકવરી કરી છે. જેથી 98 લાખની ચોરીની ફરિયાદનો હાલ તમામ મુદ્દામાલ પોલીસ દ્વારા કબજે લેવામાં આવી ચૂક્યો છે. હાલ સલમાન રિમાન્ડ પુર્ણ થતા પોલીસ કસ્ટડિમાં છે.

વલસાડમાં ચકચારી બનેલા કચ્છી પરિણીતાને ભગાડી જનારા સલમાન શેખની ફેસબૂક પ્રોફાઈલ કોઈ પણ યુવાન યુવતીને આંજી દે તેવી છે. મોટી-મોટી હોટલોમાં અને પબમાં શરાબ અને શબાબની મહેફિલ માણતો સલમાન મુંબઈમાં બે રૂમની ખોલીમાં રહેતો હોવાનું પોલીસ તપાસમાં દરમિયાન બહાર આવ્યું છે.તેના પિતા નાની બાળકીઓના ફ્રોક વેચી ગુજરાત ચલાવતા હતા. જોકે, હાલ નિવૃત છે. જ્યારે તેનો એક ભાઈ ખાનગી કંપનીમાં નો કરી કરે છે. પોલીસ 98 લાખ રિકવર કરવા સલમાનના ઘરે તપાસ કરી હતી. અને તેના પિતા પાસેથી 2 લાખ કબજે લીધા છે.