વડોદરા : યુવતીએ કપડા ઉતારતા જ યુવાનનો આવેગ આક્રોશમાં ફેરવાઇ ગયો

30 Jul, 2018

 વડોદરામાં હમણા એક કિસ્સો લોકમુખે ચર્ચાય રહયો છે. આ કિસ્સો સાચો છે કે ખોટો તે ખરાઇ થઇ નથી. લોકોમાં ચર્ચાતી વિગતો મુજબ શહેરના કમાટીબાગ રોડ પરથી કોલગર્લ માની નવલખી મેદાનમાં લઈ ગયેલા એક ખાનદાની નબીરાને ૧ હજાર વોટનો ઝાટકો લાગ્યો હતો. પત્ની સાથે છુટાછેડાનો કેસ ચાલતો હોવાથી આ યુવક મઝા કરવા યુવતી સમજી જેને લઈ ગયો હતો, તે કિન્નર નીકળ્યો હતો.

શહેરના પિૃમ વિસ્તારમાં રહેતાં યુવકના લગ્ન થઈ ગયા છે, પરંતુ પત્ની સાથે મનમેળ નહીં થતાં બંને છુટા પડયા હતા. હાલ તેમની વચ્ચે કોર્ટમાં છુટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. એક સપ્તાહ પહેલાની વાત છે કે, યુવકે કોલગર્લ પાસે જવાનું નક્કી કર્યું. કાર લઈને કોલગર્લને શહેરના કુખ્યાત અડ્ડાઓ પર શોધી રહ્યો હતો, ત્યારે રાતે કમાટીબાગની બહાર સજીધજીને ઉભેલી યુવતી પર તેની નજર પડી. યુવતીના નખરા જોઈ યુવક હિંમત કરી તેની પાસે ગયો. તેણે લાઈટના આછા અજવાળા વચ્ચે યુવતી સાથે વાતચીત શરૃ કરી.


વાતચીતના અંતે યુવતી રૃ. ૨ હજારમાં યુવક ની સાથે જવા તૈયાર થઈ. યુવક પોતાનું કે યુવતીનું ઓળખકાર્ડ આપી હોટલ કે ગેસ્ટહાઉસમાં જવા માંગતો ન હતો. થોડીવાર સુધી આમતેમ ફર્યા બાદ કથિત ગેંગરેપની ઘટનાને બદનામ થયેલું નવલખી મેદાન તેને સેઈફ લાગ્યું. રાત્રીના અંધારાને ચીરી કાર આગળ વધી રહી હતી, તેમ યુવકના મનમાં પણ લડુ ફૂટી રહ્યાં હતા અને રૃ. ૨ હજાર યુવતીના હાથમાં પકડાવી દીધા. યુવતીએ કપડાં ઉતાર્યા ત્યાં સુધી યુવકને કંઈ જ ખબર ન હતી. કારણે અંધારૃ હતું અને કોઈ જોઈ ન જાય તેનો પણ ડર હતો. પરંતુ થોડી સેકન્ડમાં જ યુવકના હોંશકોંશ ઉડી ગયા. તેના પગ તળેથી જમીન સરકી ગઈ. તેનો શારિરીક આવેગ આક્રોશમાં ફેરવાઈ ગયો. કારણ કે, યુવક જેને યુવતી સમજી કારની બાજુની સીટ પર બેસાડીને લઈ ગયો હતો, તે કિન્નર નીકળ્યો હતો.

રાતાચોળ થઈ ગયેલા યુવકે કિન્નરની સાથે ઝઘડો કર્યો. તેને ડર હતો કે, ક્યાંક કિન્નર પોલીસમાં જઈને મારી ફરિયાદ કરશે તો? આ વિચારો વચ્ચે અટવાયેલો યુવક સીધો નજીકના પોલીસ મથકમાં પહોંચ્યો. તેણે પોલીસ અધિકારીને કહ્યું કે, કમાટીબાગ પાસેથી યુવતી સમજીને જેને નવલખી મેદાનમા લઈ ગયો હતો, તે કિન્નર નીકળ્યો. એ મારી વિરુદ્વ કંઈ કરે તે પહેલા તમારું ધ્યાન દોરવા આવ્યો છું. પોલીસ અધિકારીએ આવા ધંધા કરતી મહિલાઓના ફોટા બતાવતાં યુવકે એક ફોટો જઈ કિન્નરને ઓળખી બતાવ્યો. પોલીસ અધિકારીના આદેશથી તેમનો સ્ટાફ કિન્નરને લઈ આવ્યો. જ્યાં બંનેમાંથી કોઈ પોલીસ ફરિયાદ કરવા તૈયાર નહીં થતાં પોલીસે કિન્નરને ખખડાવી છોડી દીધો હતો. ઉલ્લેખનીય છે કે, શહેરમાં નકલી કિન્નરોનું પ્રમાણ વધ્યુ છે, જે યુવતી જેવો જ પહેરવેશ ધારણ કરી ખોટા કામો કરે છે.