વીડિયો: આવા ગરબા તમે ગુજરાતમાં ક્યાં પણ નહીં જોયા હોય!

23 Oct, 2015

તમે કદી દોરી ગરબા વિષે સાંભળ્યું છે? આ ગરબામાં દોરી પકડીને ખૈલેયાઓ ગરબા કરે છે. તેમાં જેમ જેમ તમે ગરબા રમતા જાવ તેમ તેમ દોરી ગૂંથાતી જાય છે અને પછી તેને બીજી દિશામાં રમવા પડે છે જેથી દોરી ખુલી જાય. જો કે આ ગરબાની ખાસિયત તે છે કે જો તમને તે રતમાં ના આવડતા હોય તો દોરીમાં ગૂંચ પડી જાય છે. ત્યારે ગુજરાતી ગરબાની આ અનોખી પરંપરાને બખૂબી રીતે આજે પણ સાચવીને બેઠું છે દક્ષિણ ગુજરાતનું એક ગામ. નવસારી પાસે આવેલા ગણદેવીમાં અનોખા દોરી ગરબા થાય છે.

એટલું જ નહીં આ પરંપરાને અહીંના લોકો પાછલા 95 વર્ષોથી નિભાવતા આવી રહ્યા છે. અહીં આજે પણ કરતાલ, મંજીરા, ઢોલ જેવા પરંપરિક વાદ્યો દ્વારા સંગીત વગાડવામાં આવે છે. લોકો દ્વારા ગરબા ગાઇને આ નૃત્યને કરવામાં આવે છે. અને તેની સૌથી સારી વાત તો એ છે કે યુવાનો, બાળકો પણ આ સંસ્કૃતિને જાળવી રાખવા માટે આગળ આવી રહ્યા છે. અને હોંશે હોશે આ ગરબા શીખે છે. આ દોરીની નીચે પ્લાસ્ટિકનું એક ભૂંગળું લગાવામાં આવે છે જેનો ડાંડિયા તરીકે ઉપયોગ થાય છે. અને એકદમ તાલબદ્ધ રીતે આ ગરબાને અહીં રમવામાં આવે છે. ત્યારે ગુજરાતના આ ખુબ જ યુનિક અને અનોખા તેવા દોરી ગરબાનો અદ્ધભૂત વીડિયો જુઓ અહીં...