હોળી પર બંને બહેનપણીઓે કરી દીધી કમાલ, સહેલી કી હોલી પર કર્યો એવો ડાન્સ વિડીયો થયો વાયરલ

01 Mar, 2018

 ભોજપુરી ગીતોમાં હોળીના ગીતોનો ઝાયકા વધી જાય છે. પરંતુ એ પણ સાચુ છે કે હોળીના અત્યાર સુધીના આ બધા ગીતોમાં સુપરસ્ટાર હીરો અને હીરોઇનની હિટ જોડીએ ઉદાહરણ આપી જાય છે.

સિને ઇતિહાસમાં પહેલીવાર બે સુપરસ્ટાર હીરોઇનની હિટ જોડી મિસાલ બની ગઇ છે. જી હા, ભોજપુરી સિનેમાની બે સુપરસ્ટાર એકટ્રેસ અક્ષરા સિંહ અને આમ્રપાલી ડુબેએ મળીને સંગીત પ્રેમીઓ માટે પોતાના મધુર સ્વરમાં હોળી ગીત સહેલી કી હોલી લઇને આવ્યા છે. વીડિયોમાં બંને અભિનેત્રીઓએ જબરદસ્ત ડાન્સ કર્યો છે. સહેલી કી હોલીનો ઓડિયો તેમજ વીડિયો ઘણી પસંદ કરવામાં આવ્યો છે અને સાથે જ વાયરલ પણ થઇ રહયો છે. આ ગીતને અત્યાર સુધીમાં ૨૭ લાખ વ્યુ મળી ચુકયા છે.