પોતાના દીકરાની સાથે દારૂ અને સેકસની વાતો કેર છે આ પ્રખ્યાત અભિનેત્રી, કયારેક હતી ઘણી મોટી હિરોઇન

21 Jul, 2018

 રાજેશ ખન્ના અને ડિમ્પલ કાપડિયાની મોટી દીકરી ટવીંકલ ખન્ના અને અક્ષયકુમારના સાથે લગ્ન પછી બોલીવુડની દુર થઇ ગઇ હતી. અભિનેત્રી ટવીંકલ ખન્ના પોતાના બેબાક નેચરના કારણે જાણીતી છે. તેમણે જે પણ કહેવુ હોય તે ખુલ્લેઆમ કોઇવાતની ચિંતા કર્યા વગર કહી દે છે. આ માટે તે હંમેશા સમાચારોમાં રહે છે. હાલમાં જ ટવીંકલે ફરી પાછું આવું નિવેદન આપ્યું હતુ જેના કારણે તે ચર્ચામાં આવી ગઇ છે. હકીકતમાં એક ઇન્ટરવ્યુમાં ટવીંકલે જણાવ્યું કે તે પોતાના બાળકોની સાથે થોડીક વધુ જ ઓપન છે.

ટવીંકલે જણાવ્યું કે તે પોતાના બાળકોની સાથે બધી વસ્તુઓ વિશે ખુલીને વાત કરે છે વાત ભલે પછી તે આલ્કોહોલની હોય કે સેકસની, તે પોતાના બાળકોની સાથે બધી વાતો શેયર કરે છે. તેની આ આદતથી કયારેક કયારેક અક્ષયને પરેશાની થાય છે. ટવીંકલને લાગે છે કે જેમ જેમ તેની ઉંમર વધી રહી છે તે ઘણી વસ્તુઓ પર કંટ્રોલ નથી રાખી શકતા. તેનું માનવું છે કે વધતી ઉંમરની સાથે કોઇપણ વસ્તુ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ હોય છે. કેમ કે એક સમય એવો આવે છે કે જયારે મગજ પોતાની રીતે વસ્તુઓને ઘુમાવી દે છે. આ માટે હું તેની સાથ ખુલીને રહેવાનું પસંદ કરું છું. આ ઇન્ટરવ્યુ દીધા પછી ટવીંકલ સમાચારોમાં આવી ગઇ. આ પહેલા પણ ટોયલેટ એક પ્રેમ કથા ફિલ્મની રીલીઝ દરમ્યાન ટવીંકલ સમાચારોમાં આવી હતી.
 
 

હાલમાં જ જયારે અક્ષયકુમારની ફિલ્મ ટોયલેટક એક પ્રેમકથા આવી હતી ત્યારે પણ તે ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરવામાં આવેલા એક ફોટોને લઇને ચર્ચામાં આવી હતી. તેણે એક ફોટો શેયર કર્યો હતો જેમાં એક વ્યકિત તેની પાછળ શૌચ કરી રહયો હતો. ટવીંકલે આ ફોટો પર કેપ્શન આપ્યું હતું કે ટોયલેટ એક પ્રેમ કથા -ર. ત્યારપછી તેને સેનેટરી પેડ પર જીએસટીને લઇને કેન્દ્ર સરકારના નિર્ણય પર વિરોધ દર્શાવ્યો. ટવીંકલે સરકાર તીખો વ્યંગ કરીને કહયું કે અમે મહિલાઓનો એક એલાર્મ આપી દો કારણ કે વારંવાર વોશરૂમ ન જવું પડે.