ગુજરાતી ગરબાના સ્ટેપ જેવો જ તુર્કીમા મેરેજ ગ્રુપ ડાન્સ, એક કરોડ લોકોએ જોયો તમે જોયો ?

18 Jul, 2018

 ડાન્સના હજારો વીડિયો રોજ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે. ત્યારે તુર્કીના એક ડાન્સ ગ્રુપનો વીડિયોએ સોશિયલ મીડિયામાં ધમાલ મચાવી છે. ઈન્સ્ટુમેન્ટલ સંગીત પર આ ગ્રુપે એવા ડાન્સ સ્ટેપ્સ કર્યા કે જોનારાઓ જોતા જ રહી ગયા. તમે લગ્નપાર્ટીમાં કે નવરાત્રિમાં ગ્રુપ ડાન્સ જોયા હશે. પરંતુ આવો ગ્રુપ ડાન્સ ક્યારેય નહીં જોયો હોય.