ઘરમાં આ જગ્યાએ રાખો તુલસીનો છોડ, જિંદગીભર કયારેય નહીં થાય રૂપિયાની તંગી, એની રીતે થશે બધા સારા કામ

02 Jul, 2018

 જો ઘરમાં વાસ્તુથી જોડાયેલા દોષ હોય છે તો પરિવારને પરેશાનીઓનો સામનો કરવો પડે છે. કોઇપણ કામમાં સરળતાથી સફળતા મળી નથી શકતી. આવો જાણીએ ઘરના વાસ્તુ દોષ દુર કરવા માટે કંઇક ખાસ ઉપાય.

પહેલો ઉપાય

જો ઘરમાં કોઇ વાસ્તુ દોષ છે તો છત પર કુંડામાં તુલસીનો છોડ ઉગાડો. આ ઉપાયથી ઘરના ઘણા વાસ્તુ દોસ્ત દુર થઇ શકે છે. સાંજે તુલસીની પાસે દીવો પ્રગટાવાથી બધા દેવી-દેવતાઓની કૃપા મળી શકે છે.

બીજો ઉપાય

ઘરના ફરીયામાં કે છતર તુલસીને રોજ સવાર-સાંજે જળ ચડાવો. સાંજે તુલસીની પાસે ઘીનો દીવો પ્રગટાવો અને આ મંત્રનો જાપ કરો. મંત્ર - ઓમ નમો ભગવતે વાસુદેવાય, મંત્ર જાપ ઓછામાં ઓછો ૧૦૮ વાર કરો.

ત્રીજો ઉપાય

ઘરના મુખ્ય દ્વાર પર અંદર અને બહારની બાજુ ગણેશજીની બે મૂર્તિઓ લગાવો, આ મૂર્તિઓ આ પ્રકારે લગાવો કે ગણેશજીની પીઠ એકબીજાથી જોડેલી રહે. આવુ કરવાથી ઘરમાં નકારાત્મકતા પ્રવેશ કરી નહીં શકે.

ચોથો ઉપાય

ઘરમાં મંદિરમાં કોઇપણ દેવી-દેવતાની એકથી વધુ મુર્તિ કે ફોટો ન લગાવો જોઇએ. ગણેશજીની ર, ૪, ૬, ૮ એટલે સમ સંખ્યામાં ૧ થી વધારે પ્રતિમા કે મુર્તિ લગાવી શકીએ છીએ. તેનાથી ઘરમાં શાંતિ બની રહે છે.

પાંચમો ઉપાય

ઘરમાં કયારેય પણ બેકાર સામાન, તુટેલા ફુટેલા વાસણ, ફર્નીચર, કચરો ન રાખવો જોઇએ. આવુ કરવાથી વાસ્તુદોષ વધે છે અને પરેશાની બની રહે છે.