સંજય દત્તની પુત્રી હોવા બદલ કેવો અનુભવ થાય? ત્રિશલાનું ચોંકાવનારું નિવેદન

17 Jul, 2018

 સંજય દત્તની મોટી પુત્રી ત્રિશલા દત્ત ભલે બોલિવૂડની ફિલ્મોનો ભાગ ન હોય પરંતુ તે ચર્ચામાં હંમેશા રહેતી હોય છે. ક્યારેક સંજય દત્તની સાથે તેના સંબંધોને લઈને અહેવાલો આવતા રહે છે તો ત્યારેક તેની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને તે ચર્ચામાં હોય છે. હાલમાં જ કઈંક એવું થયું છે કે ત્રિશલા દત્ત મીડિયામાં ચર્ચામાં છે. 

વાત જાણે એમ છે કે ત્રિશલા દત્તે હાલમાં જ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આસ્ક મી એની ક્વેશ્ચન ફીચરના માધ્યમથી ફેન્સ સાથે વાત કરી. ચર્ચા દરમિયાન જ્યારે ત્રિશલાને તેના એક ચાહકે પૂછ્યું કે તમને સંજય દત્તની પુત્રી હોવા બદલ કેવું લાગે છે? તો તેના પર ત્રિશલાએ ચોંકાવનારું નિવેદન આપ્યું. 

ત્રિશલાએ લખ્યું કે જો હું ઈમાનદારીથી વાત કરું તો આ ખુબ જ સામાન્ય છે. તેઓ દુનિયાના દરેક પિતાની જેમ જ છે. જ્યારે હું તેમની સાથે હોઉ છું ત્યારે મને એવું લાગે છે કે હું મારા પિતા સાથે છું. જેવી રીતે તમને પિતા સાથે લાગે છે કે તેમ જ મારી લાગણી પણ એવી જ હોય છે. 

આ ચર્ચા દરમિયાન જ્યારે ત્રિશલાને પૂછવામાં આવ્યું કે તમે પિતાની જેમ છો કે પછી માતાની જેમ તો તેણે જણાવ્યું કે મારો એટીટ્યૂડ અને મારા ટેમ્પર પિતા જેવા છે પરંતુ મારી અંદર વિશાળ હ્રદય મમ્મી જેવું છે. મારી સ્ટાઈલ મારા માતા-પિતા બંને તરફથી મળી છે. 

જ્યારે એક ચાહકે પૂછ્યું કે તમને માતા-પિતા વગર રહેવું કેવું લાગે છે તો તેણે કહ્યું કે મારા માનવા પ્રમાણે આ કઈ બહુ કપરું નથી. હું તેમની સાથે ક્યારેય રહી નથી તો મને ખરેખર ખબર નથી કે આ સવાલનો જવાબ કેવી રીતે આપું.