ચાંપાનેર ફરવા માટે છે એકદમ બેસ્ટ,

28 Nov, 2016

ગુજરાતના મધ્ય યુગની રાજધાની અને ઐતિહાસિક ધરોહર ચાંપાનેરને ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાએ વસાવ્યું હતું. કોઇ કહે છે કે ચાવડા વંશના રાજા વનરાજ ચાવડાના મંત્રિઓમાંથી એકનું નામ ચંપાનેર હતું એટલા માટે તેનું નામ ચાંપાનેર પડ્યું, કારણકે તે મંત્રી રાજાને ઘણો પ્રિય હતો, અને કેટલાંકની માન્યતા એવી છે કે ‘ચંપક’ નામના ફૂલ પર ચાંપાનેરનું નામ રાખવામાં આવ્યું છે. તો જાણી લો તમે પણ ફરવા લાયક સ્થળો વિશેનું આ લિસ્ટ.

કબૂતરખાનુ
ચાંપાનેરમાં આ સ્થળ પ્રવાસીઓને ખૂબ જ આકર્ષિત કરે છે. અત્રે પહેલા હજારોની સંખ્યામાં કબૂતરો વસવાટ કરતા હતા.
કમાની મસ્જીદ
આ મસ્જીદ કલાત્મક શૈલીનું જીવતું જાગતુ ઉદાહરણ છે.
કેવડા મસ્જીદ
કેવડા મસ્જીદ ધાર્મિક સંસ્કાર માટે ખૂબ જ મહત્વપૂર્ણ સ્થળ છે.
લીલા ગુંબાઇની મસ્જીદ
ચાંપાનેરની આ મસ્જીદ એક ઊંચા આધાર પર બનેલી છે. જેમાં લાંબા ધારી દાર ગુંબદ બનેલા છે
નગિન મસ્જીદ
નગિન મસ્જિદ ચાંપાનેરની વધુ એક સુંદર મસ્જીદોમાંથી એક છે, જે પોતાની જટિલ નક્કાશી માટે પ્રસિદ્ધ છે.