રિલીઝ થયું 'મનમર્ઝિયા' નું રોમેન્ટિક Trailer, મસ્ત છે વિક્કી કૌશલનો અંદાજ

09 Aug, 2018

લાંબા સમય પછી અભિષેક બચ્ચન મોટા પડદા પર કમબેક કરી રહ્યો છે અને તેની આ કમબેક ફિલ્મ 'મનમર્ઝિયા'નું ટ્રેલર આજે રિલીઝ થઈ ગયું છે. રોમાન્સથી ભરપુર આ ટ્રેલરમાં વિક્કી કૌશલ, તાપસી પન્નુ અને અભિષેક બચ્ચન મજેદાર અંદાજમાં જોવા મળે છે. ટ્રેલરમાં વિક્કી કૌશલ અનોખા અંદાજમાં જોવા મળે છે. તેની હેરસ્ટાઇલથી માંડીને કપડાં સુધીનો અંદાજ રસપ્રદ છે.

ટ્રેલરમાં રૂમી એટલે કે તાપસી અને વિક્કી એટલે કે વિક્કી કૌશલ એકબીજાને બહુ પ્રેમ કરતા હોય છે અને ઘરમાંથી ભાગવા પણ તૈયાર હોય છે. જોકે વિક્કીના ઢીલા વલણથી કંટાળીને રૂમી તેને ચેતવણી આપી દે છે જો તે લગ્ન નહીં કરે તો તે કોઈ બીજા સાથે લગ્ન નહીં કરે. અહીં એન્ટ્રી થાય છે અભિષેક બચ્ચનની. તે રૂમી સાથે લગ્ન કરવા પહોંચે છે. ટ્રેલર જોઈને 'મનમર્ઝિયા' રસપ્રદ વળાંક જેવી લાગે છે.

 

આ ફિલ્મનું ડિરેક્શન અનુરાગ કશ્યપ છે અને એને પ્રોડ્યુસ ફિલ્મમેકર આનંદ એલ. રાયે કરી છે. 'મુક્કાબાજ' પછી અનુરાગ અને આનંદ રાયની આ બીજી ફિલ્મ છે. પહેલાં આ ફિલ્મમાં આયુષ્યમાન ખુરાના અને ભુમિ પેડનેકર જોવા મળવાના હતા અને ડિરેક્ટર તરીકે અશ્વિની ઐયર તિવારી હતા. જોકે પછી સમીકરણો બદલાઈ ગયા હતા. હવે આ ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું છે.