છોકરીઓના પેટમાં વાત કેમ નથી પચતી? જાણો તેની પાછળનું સાયન્સ

12 Feb, 2018

 તમે આ વાત અનેક વાર સાંભળી હશે કે મહિલાઓના પેટમાં કોઇ વાત નથી ટકતી. અને બની પણ શકે કે તમે આ વાતનો અનેક વાર અનુભવ પણ થયો હોય. જો કે વિજ્ઞાનનું કહેવું છે કે ખાલી મહિલાઓ જ નહીં પુરુષો માટે પણ વાત છૂપાવવી તેટલી સરળ વાત નથી. ત્યારે મોટા ભાગના લોકોના પેટમાં વાત નથી ટકતી. અને આ લોકો કોઇને કોઇ વ્યક્તિ આગળ ક્યારેક ને ક્યારેક તે વાતનો ઉલ્લેખ કરી જ દે છે. ખાસ કરીને જ્યારે તેમને તે વાત છુપાની કહી હોય. તો આજે અમે તમને આ પાછળનું શું રહસ્ય જણાવીશું, તે પણ વૈજ્ઞાનિક ઠબે. સાથે જ તેની પાછળ રહેલી પૌરાણિક કથા વિષે પણ જણાવીશું. ADVERTISEMENT નોંધનીય છે કે આ પાછળ અનેક જાણીતી સંસ્થાઓએ ખાસ રિસર્ચ અને સંશોધન કર્યું છે. અને તેની પાછળના સાયન્સ અને મનોવિજ્ઞાનને જાણવા અને સમજવાનો પ્રયાસ કર્યો છે. તો જાણો કેમ વાત છૂપાવવી છે મુશ્કેલ આ ફોટોસ્લાઇડરમાં...યુધિષ્ઠિરનો શ્રાપ 
કુંતીએ કર્ણ તેનો જ પુત્ર છે તે વાત લાંબો સમય સુધી બધાથી છુપાવી રાખી. પણ જ્યારે તે વાત પાંડવોને ખબર પડી તો યુધિષ્ઠિરે કુંતીને શ્રાપ આપતા કહ્યું કે "આજ પછી દુનિયાની કોઇ પણ સ્ત્રી તેના પેટમાં કોઇ પણ વાતને પચાવીને નહીં રાખી શકે. અને તે સત્ય કહીને જ રહેશે."

જિજ્ઞાસુ સ્વભાવ 
મહિલાઓમાં બાળકો જેવી જિજ્ઞાસા હોય છે. તે ક્યારેય શાંત નથી રહી શકતી. તેમને તમામ વસ્તુઓ જાણવાની ઇચ્છા હોય છે. તેવું કહેવાય છે કે મહિલાઓ માત્ર 32 મિનિટ સુધી કોઇ વાતને છુપાવી શકે છે.


અહંકાર 
મનોવિજ્ઞાન પ્રમાણે અમુક વાર લોકો એક્સક્લૂસિવ આપવાના ચક્કરમાં અને પોતાને મહાન કે શ્રેષ્ઠ સાબિત કરવાના ચક્કરમાં પોતાની વાતો કહી દે છે.

ધ્યાન આકર્ષિત કરવા 
અમુક લોકોને બધા તેને જ સાંભળે તેવી આદત હોય છે. લોકોની ધ્યાન આકર્ષિત કરવાના ચક્કરમાં તે કંઇક ચટપટી વાતો કહેવાનો પ્રયાસ કરે છે અને તે જ કારણવશ તે પોતાના સિક્રેટ પણ જણાવી દે છે.

માનસિક ચિંતા 
ટુફ્ટ યુનિવર્સિટીએ કરેલ સંશોધન મુજબ મહિલાઓ માટે વાત છુપાવી એક માનસિક ભાર સમાન છે. અને તેમને તે વાત અંદરને અંદર ખટકતી રહે છે. સાથે જ તે જ્યારે આ વાતને કોઇને જણાવી દે છે તો તે હળવું ફિલ કરે છે.

પુરુષો પણ ઓછા નથી
 તેવું નથી કે ખાલી મહિલાઓમાં આ ગુણ છે. પુરુષો પણ કંઇ પાછા પડે તેવા નથી. દારૂના નશામાં તે પણ ભાવનાત્મક થઇ જાય છે. અને તેવું કહી દે છે જે સભાન હાલતમાં તે કદી કોઇને પણ ના કહી શકે.